મુખ્યમંત્રીના હોમટાઉનમાં મ્યુ.કમિશનર આમ આદમી માટે ગુમ!

મ્યુ.કમિશનર આમ આદમી માટે ગુમ!
મ્યુ.કમિશનર આમ આદમી માટે ગુમ!

મ્યુ.કમિશનર પર આકરા પ્રહારો કરતું કોંગ્રેસ

જનરલ બોર્ડમાં અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેસવામાં મ્યુ.કમિશનરને સંક્રમણ નથી લાગતું, શહેરીજનોની મુલાકાતમાં કોરોના સંક્રમણની દહેશત : આસવાણી, ઝાલા, ભરવાડ

મુખ્યમંત્રીના હોમટાઉનમાં મ્યુ.કમિશનર આમ આદમી માટે ગુમ થયા છે. મ્યુ.કમિશનર ભાજપના આગેવાન બનવાની કોશિષ હરગીઝ ના કરે, પ્રજાના કમિશનર બનીને નિષ્પક્ષ બનીને કામ તે જરૂરી છે, કમિશનર જાહેર સેવક છે. પ્રજાના સાહેબ નથી. પ્રજાના પરસેવાની કમાણીમાંથી પ્રજાએ ભરેલા ટેકસમાંથી કમીશનર પગાર તથા અન્ય સુવિધાઓ ભોગવે છે. તેવા આકરા પ્રહારો વોર્ડ નં.3ના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણી, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા અને લોકસંસદ વિચાર મંચના ધીરૂભાઇ ભરવાડએ કર્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમીશનર મનઘડત રીતે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ જઈ રાજકોટના શહેરીજનોની મુલાકાત બંધ કરી દીધી છે. પ્રજાને હડધૂત કરી મુલાકાતનો સમયનો આપે જે કમીશનરના નિર્ણયને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ.

કમીશનર પોતાના નિર્ણયને ફેર વિચારણા કરી આમઆદમીને મુલાકાત નહીં આપે તો જોયા જેવી થશે. મુલાકાત માટે ઉપરોક્ત આગેવાનોને કમિશનર બ્રાન્ચમાંથી મૌખિકમાં જવાબ અપાયો કે સાહેબ હવે કોઈને મુલાકાત આપતાં નથી. કારણ પૂછતા જવાબ આપ્યો કે કોરોના નું સંક્રમણ વધતા મુલાકાત બંધ કરી છે.

રૂબરૂ મુલાકાતની પાબંદી મુકતા ઉપરોક્ત આગેવાનોએ લોકોના વ્યાજબી પણ ઉકેલ પ્રશ્નો અંગે રૂબરૂ મુલાકાત માટે તારીખ, સમય, સ્થળ કમિશનરને તા : 11/5/21 કમિશનરની બ્રાંચમાં રજીસ્ટર નંબર 460થી લેખિત રજૂઆત કરી રૂબરૂ મુલાકાત માટેની માગ કરી હતી. જે અંગે ના પ્રત્યુતર કમીશનર બ્રાન્ચમાંથી પ્રત્યુતર આપવાને બદલે ડેપ્યુટી કમીશનર (ઇસ્ટ ઝોન) લેખિતમાં કમિશનરની મુલાકાત માટે પ્રતિબંધ છે તેવું જણાવ્યું હતું. પત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારી નો જે સંવેદનશીલ સમય ચાલી રહ્યો હોવાથી કમીશનર નહીં મળે.

Subscribe Saurashtra Kranti here

કમીશનરને જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, અધિકારીઓ સાથે સોશિયલ મશતફિંક્ષભયનો ખુલ્લેઆમ ભંગ કરી બેસે તો કોરોનાનો ડર નથી લાગતો પરંતુ લોકોના વ્યાજબી પ્રશ્નો અંગે આમ આદમીની મુલાકાતમા કોરોના સંક્રમણની દહેશત વ્યક્ત કરી છે. કમીશનરને કોરોના સંક્રમિત થવાની બીક લાગતી હોય તો મુલાકાતી માટે આવનાર નાગરિકોના ટેમ્પરેચર, ાીહતય ફિયિં, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરીને મુલાકાત આપવી જોઈએ. જનરલ બોર્ડમાં 200થી વધુ ઉપસ્થિત રહેનાર અધિકારીઓ, પદાધિકારીઓ સિવાયના રાજકોટની પ્રજાને કમીશનર પોઝિટિવ માને છે કે શું ?

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દરેક જિલ્લાના કલેકટરો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આમ આદમીને મુલાકાત આપી રહ્યા છે તો કમીશનર કોના ઇશારે મુલાકાત બંધ કરી છે ? મહાનગરપાલિકામાં ચાલતી બાબુ શાહી બંધ કરવાની જરૂર છે. ડેપ્યુટી કમીશનરે પત્રમાં જણાવ્યું છે કે આપની જે કાંઈ લોકોની વ્યાજબી રજૂઆતો હોય તે લેખિતમાં આપી દેવી. કોંગી આગેવાનોએ આજે મ્યુનિસિપલ કમીશનરને પત્ર પાઠવી એપ્રિલ 2020 થી એપ્રિલ 2021 સુધીમાં આવેલી કુલ રજૂઆતો અને કમીશનર બ્રાન્ચમાંથી એ રજૂઆતોના થયેલા યોગ્ય ઉકેલ અને લોકોને આપવામાં આવેલા પ્રત્યુતર તેનો હિસાબ માગવામાં આવ્યો છે.

Read About Weather here

મ્યુ.કમીશનર ફોન ઉપાડતા નથી લેખિતમાં પત્ર લખી તો કચરા ટોપલીમાં સ્વાહા કરે છે. રૂબરૂ માં મુલાકાત આપતાં નથી. અને ક્યારેક જવાબ મળે તો પોતાની બ્રાન્ચમાંથી જવાબ આપવાને બદલે ડેપ્યુટી કમીશનરની બ્રાન્ચમાંથી જવાબ મળે છે. આવી ઠેકાડવાની વૃતિ ધરાવતા કમિશનરનું લોકશાહીને છાજે તેવું વર્તન ન હોવાથી કમીશનરના તઘલખી નિર્ણય સામે રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ સચિવને ગાંધીનગર ખાતે મહાનગરપાલિકાના કમિશનર આમ જનતા અને રાજકીય-સામાજિક આગેવાનોને મુલાકાત માટેનો પ્રતિબંધ હટાવી મુલાકાતનો સમય ફાળવે અને લોકોને દેખાય તે રીતે મુલાકાત માટેના સમયનું બોર્ડ લગાવે તેવી રજુઆતો કરવામાં આવી હોવાનું અંતમાં દિલીપભાઈ, ગજેન્દ્રસિંહ અને ધીરુભાઈ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here