મુંઝાશો નહીં… ઓમિક્રોન વાયરસ હળવો છે, ઘાતક નથી

મુંઝાશો નહીં… ઓમિક્રોન વાયરસ હળવો છે, ઘાતક નથી
મુંઝાશો નહીં… ઓમિક્રોન વાયરસ હળવો છે, ઘાતક નથી

લોકોને ભયભીત ન બનવા દક્ષિણ આફ્રિકાનાં ઠઇંઘ નાં નિષ્ણાંતોની અપીલ: લક્ષણો પણ હળવા અને તિવ્રતા પણ ઓછી હોવાનું સંશોધનથી સાબિત:લોકોમાં હાશકારો જન્માવતું નિષ્ણાંતોનું વિઘાન, મૃત્યુદર હજુ શૂન્ય સ્તરે

કોરોનાનાં નવા સંસ્કરણ ઓમિક્રોનને લઈને ગભરાઈ ઉઠેલા લાખો કરોડો લોકોને હાશકારો થાય એવું મંતવ્ય ઠઇંઘ નાં નિષ્ણાંતો અને દક્ષિણ આફ્રિકાનાં અગ્રણી આરોગ્ય નિષ્ણાંતોએ વ્યક્ત કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યાર સુધીમાં થયેલા સંશોધનો બાદ નિષ્ણાંતોએ એવું રાહતરૂપ તારણ આપ્યું છે કે, ઓમિક્રોન વાયરસ ખૂબ જ હળવો છે અને ઘાતક નથી. ઓમિક્રોન વાયરસથી હજુ સુધી દક્ષિણ આફ્રિકામાં કોઈ મૃત્યુ થયું નથી અને કોવિડ મૃત્યુ આંકમાં પણ કોઈ ઉછાળો આવ્યો નથી.

વાયરસની તિવ્રતા ધાર્યા કરતા ઘણી ઓછી જણાય છે.લોકોને ઓમિક્રોન વાયરસ અંગેનાં ડરામણા, જાતજાતનાં અહેવાલો અને ભિન્ન-ભિન્ન લોકોનાં અભિપ્રાયોથી વિચલિત ન થવા અપીલ કરતા નિષ્ણાંતોએ લોકોને ભયગ્રંથીમાં સપડાઈ ન જવા અને માત્ર સાવધાની સાથે નિયમોનું પાલન કરતા રહેવા તાકીદ કરી છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ઠઇંઘ નાં વડા અને નિષ્ણાંતોએ સામુહિક ભયગ્રંથીનું હવામાન દૂર કરવા અને પ્રવાસ નિયંત્રણો હટાવી લેવા તમામ દેશોને અનુરોધ કર્યો છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે, દક્ષિણ આફ્રિકાથી ખૂબ આશા ભર્યા તબીબી અહેવાલો આવી રહ્યા છે.

જે સૂચવે છે કે, ઓમિક્રોન વાયરસ એ અગાઉનાં ડેલ્ટાથી વધુ ઘાતક નથી. ઓમિક્રોનથી કોઈ મૃત્યુ થયાનું પણ નોંધાયું નથી. ઓમિક્રોનનાં દર્દીઓમાં સામાન્ય લક્ષણો લેખાયા છે. માથાનો દુ:ખાવો, ગભરાટ, પલ્સ વધી જવી, બેચેની જેવા લક્ષણો હોય છે. પણ અત્યારે તો વિશ્વભરમાં ભારે ગભરાટનું

હવામાન ઉભું કરી દેવામાં આવ્યું છે. શેરબજારોમાં કડાકા થયા છે. અનેક દેશોએ પ્રવાસીઓ પર કડક નિયંત્રણો લાગુ કર્યા છે.દક્ષિણ આફ્રિકાનાં મેડીકલ એસો. નાં વડા ડો.એનજેલીક કોઝીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે હવામાન ઉભું કરવામાં આવ્યું છે એ વ્યાજબી નથી.

Read About Weather here

યુરોપ અને એમરિકામાં અકારણ ભય અને ગભરાટ ફેલાવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઓમિક્રોનથી દેખાતા લક્ષણો ખૂબ જ હળવા અને સામાન્ય છે. મોટાભાગનાં દર્દીઓની તપાસ બાદ આ ચિત્ર ઉપસ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here