મહારાષ્ટ્રમાં જળપ્રલય, 6 જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો

મહારાષ્ટ્રમાં જળપ્રલય, 6 જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો
મહારાષ્ટ્રમાં જળપ્રલય, 6 જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો

આખુ એક શહેર પાણીમાં ડુબી ગયું, વડાપ્રધાન ચિંતાતુર: ઉધ્ધવ ઠાકરે સાથે ટેલીફોનિક વાતચીત, તમામ સહાયની ખાત્રી
મુંબઇના ગોવંડીમાં એક ઇમારત ધસી પડતા ત્રણનાં મોત, 10 ધાયલ: કોણકણમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા 6 હજાર મુસાફરો ફસાયા

મહારાષ્ટ્રના પાટનગર મુંબઇ અને છ જિલ્લાઓમાં પ્રચંડ અને સાંબેલાધાર વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતુર થતા છ જિલ્લાઓમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઇ છે અને ભયાનક તારાજીના દ્રશ્યોની વણઝાર સર્જાઇ ગઇ છે.

Subscribe Saurashtra Kranti here

અનેક સ્થળે પુર તાંડવમાં અનેક ગામો અને જિલ્લાઓમાં તાલુકા કક્ષાના શહેરો પણ ટાપુ બની જતા વાહન વ્યાવહાર અને રેલવે વ્યવહાર ઠપ્પ થઇ ગયું છે. રતનાગીરીનું ચીપલુનનગર પાણીમાં ડુબી જતા મુંબઇ-ગોવા હાઇ-વે બંધ થઇ ગયો છે.

મુંબઇના ગોવંડીમાં એક ઇમારત ધસી પડવાથી ત્રણનાં મોત થયા છે અને બીજા 10 ને ગંભીર ઇજા થઇ છે. રાજયભરમાં પ્રચંડ મેઘ અને જળતાંડવથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરી ચિંતાની લાગણી વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સાથે વડાપ્રધાને ટેલીફોનિક વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી શકય તમામ સહાય આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.મહારાષ્ટ્રના કોણકણ, રતનાગીરી, રાયગઢ વગેરે વિસ્તારોમાં ભયાનક પુરને કારણે માલમીલકતને જબરૂ નુકસાન થવા પામ્યું છે.

એનડીઆરએફની ટુકડીઓ દ્વારા યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અનેક શહેરો અને ગામોમાં પ્રચંડ પુરને કારણે જળબંબાકાર સાર્જાયો છે. વાહનો પાણીમાં તણાઇ રહયા છે.

શેરીઓ અને રાજમાર્ગો પર ધસમસતા પાણી ફરી વળ્યા છે. પરીણામે 6 જિલ્લાઓમાં તો જનજીવન બીલકુલ ઠપ્પ થઇ જવા પામ્યું છે. હજારો લોકો મદદની રાહ જોઇ રહયા છે.

કોણકણ અને રતનાગરીરી તથા રાયગઢ જિલ્લાઓમાં છેલ્લા કેટલાય દિવસોથી તોફાની વરસાદ પડી રહયો હોવાથી લોકમાતાઓ ગાંડીતુર બની છે. સંખ્યાબંધ ટ્રેન થંભાવી દેવી પડી છે.

કોણકણ રેલવે રૂટ પર પાટાઓ પર નદીઓના ધસમસતા નીર ફરી વળવાથી 6 હજાર જેટલા મુસાફરો ફસાઇ ગયા છે.6 હજાર મુસાફરોને ઉગારવા માટે એનડીઆરએફની ટુકડીઓ ફરી છે.

ચીપલુન નગરતો આખેઆખુ પાણીમાં ડુબી ગયું છે. એસડી બસ સ્ટેશન પર ઉભેલી બસો આખેઆખીપાણીમાં ડુબી ગઇ છે. પરીણામે ભયાનક સ્થિતિ સર્જાય છે. રેસ્કયુ કામગીરી ચલાવવામાં આવી છે.

ચીપલુનના અનેક લોકોનો પોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુ કરીને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. વશિષ્ઠ જેવી અનેક નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. પરીણામે અનેક ગામો ટાપુ બની ગયા છે

અને જળબંબાકારમાં હજારો લોકો ફસાયા છે. પોસ્ટગાર્ડ દ્વારા પણ ટુકડીઓ મોકલવામાં આવી છે. મુંબઇ, થાણે, પાલગઢમાં એનડીઆરએફની ચાર ટીમો ગોઠવાઇ છે, બે ટીમ કોલાપુર અને એક ટીમ ચીપલુન ધસી ગઇ છે.

મહાનગર મુંબઇમાં પણ પુર તાંડવથી અનેક વિસ્તારોમાં છાતી સમાના પાણી ભરાયા છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડોમ્બીવલી વેસ્ટમાં અનેક ઝૂંપડપટ્ટીઓ ધોવાઇ ગઇ છે. કાચા મકાનો પાણીમાં તણાઇ ગયા છે.

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને યુધ્ધના ધોરણે રાયગઢ તથા રતનાગીરીમાં રાહત અને બચાવ કાર્ય કરવાનો આદેશ આપ્યો છે.

બે કાબુ નદીઓની જળ સપાટીઓ પર નજર રાખવા અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. થાણે અને પાલગર પણ જળબંબાકાર થઇ ગયા છે.

Read About Weather here

એવતમાલનું સહસ્તકુંડ જઇ ધોધો ઓવરફલો થઇ ગયો છે અને આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદ ચાલુ રહયો હોવાથી ધીવંડી પણ જળબંબાકાર થઇ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here