જમ્મુમાં અખનુર સરહદે ડ્રોન તોડી પડાયુ

જમ્મુમાં અખનુર સરહદે ડ્રોન તોડી પડાયુ
જમ્મુમાં અખનુર સરહદે ડ્રોન તોડી પડાયુ

ભારતીય સીમામાં વિસ્ફોટકો સાથે 8 કિલોમીટર અંદર ધુસી આવ્યું હતું : કાશ્મીરના સોપોર વિસ્તારમાં બે ત્રાસવાદી ઠાર, મોટી માત્રામાં દારૂ ગોળો જપ્ત

જમ્મુ અને કાશ્મીરની સરહદ પર આતંકવાદીઓએ પાકિસ્તાની દળોની મદદથી ડ્રોનના અડપલા કરવાનું ચાલુ રાખ્યું છે.

Subscribe Saurashtra Kranti here

આજે વહેલી સવારે જમ્મુ સરહદે અખનુર સેકટમાં ઘુસી આવેલુ એક ડ્રોન ભારતીય જવાનોએ તોડી પાડયું હતું. આ ડ્રોનમાંથી પાંચ કિલો જેટલા વિસ્ફોટકો ભરેલા મળી આવ્યા હતા.

લશ્કરી દળોના પ્રવકતાએ જણાવ્યા મુજબ પાકિસ્તાન બાજુથી આ ડ્રોન ભારતીય સરહદમાં આઠ કિલોમીટર સુધી અંદર ઘુસી આવ્યું હતું.

પરીણામે ભારતીય દળોએ સર્તકતા બતાવી ગોળીબાર કરીને ડ્રોનને તોડી પાડયું હતું. મોટો વિસ્ફોટ કરવાની ચાલબાજી સાવધાન ભારતીય દળોએ નિષ્ફળ બનાવી દીધી હતી.

પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી સંગઠનો હવે પરોક્ષ યુધ્ધમાં વધુનો વધુ ડ્રોનનો ઉપયોગ કરી રહયા છે.

તોડી પડાયેલા ડ્રોનમાં પણ પાંચ કિલો જેટલા અતિભયાનક અને આધુનિક વિસ્ફોટક પર્દાથો ભરવામાં આવ્યા હતા તેવું જાણવા મળ્યું છે.

દરમ્યાન કાશ્મીર ખીણના સોપોરે વિસ્તારમાં વહેલી સવારે ભારતીય દળો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી.

જેમાં બે ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સ્થળ પરથી પાંચ કિલો એલઇડીનો જથ્થો મળી આવ્યો હતો.

ઉપરાંત મોટી માત્રામાં દારૂ ગોળાનો જથ્થો પણ કબ્જે લેવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ધેરો નાખી દીધો છે

Read About Weather here

અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here