મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યશ કલગીમાં વધુ એક રંગીન પીછું ઉમેરાયું

ધો.8 થી જ મનોવિજ્ઞાન ભણાવો...!!!
ધો.8 થી જ મનોવિજ્ઞાન ભણાવો...!!!

મનોવિજ્ઞાન વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં એક સાથે બબ્બે રેકોર્ડ નોંધાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોરોના કાળ દરમિયાન અને આજ દિન સુધી 81,000 થી વધુ લોકોનું ટેલિફોનીક તેમજ રૂબરૂ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કર્યું, 126થી વધુ સમાજ ઉપયોગી સર્વે તેમજ સંશોધન લેખો લખ્યા.

ઉપરાંત ગ્રામ્ય પ્રજામાં કોરોના વિશે ની સાચી સમજ તથા રસીકરણ જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડવા 54 થી વધુ ગામડાઓ માં સ્વખર્ચે મુલાકાત કરી.

Visit Saurashtra Kranti Homepage here

આ બાબતની વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ નોંધ લઈ ભવન ના નામે પ્રથમ રેકોર્ડ નોંધ્યો. તદઉપરાંત મનોવિજ્ઞાન ભવન દ્વારા આયોજિત રાષ્ટ્રિય મનોવિજ્ઞાન મેળા ને પણ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

અત્યાર સુધી માં સમગ્ર રાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ મનોવિજ્ઞાન મેળાની 9000 લોકો એ મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ બનાવ છે.આ પ્રસંગએ ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનવર્સિટીના કુલગુરુ ડો. નિતીન પેથાણી એ ભવન ના તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ જણાવ્યું કે સત્કર્મ કરી ભૂલી જાવ તો ફળ આપવાની જવાબદારી પરમાત્મા ની રહશે.

મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા આપે ઘણા ના જીવ બચાવ્યા હશે અને સધિયારો આપ્યો હશે તેઓ ની દુઆઓ તમને સતત હિંમત અને સફળતા આપતી રહશે. કાર્યક્રમમાં ઉપસ્થિત અંગ્રેજી ભવનના ડો. જયદીપસિંહ ડોડીયા એ જણાવ્યું કે લોકડાઉન માં આરોગ્ય ની કે અન્ય કોઈ બબત ની પરવાહ કર્યા વિના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એ લોક સેવા ના કાર્ય નું બીડું ઝડપી લીધું.

વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ  પાવન સોલંકી એ પોતાનાં પ્રાસંગિક ઉદબોધન માં મનોવિજ્ઞાન ભવન ને બિરદાવતા કહ્યું કે મારા આટલા વર્ષોના અનુભવ માં કોઈ શૈક્ષણિક સંસ્થા એ આટલું ઉમદા કાર્ય કર્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે એટલે એક સાથે બબ્બે વર્લ્ડ રેકોર્ડ ભવન ને પ્રાપ્ત થઈ રહ્યા છે એ વાત ની ખુશી અને ગર્વ છે.

Read About Weather here

આ પ્રસંગે ગુજરાતી ભવન ના અધ્યક્ષ ડો. મનોજ જોષી, મારવાડી યુનિવર્સિટી ના ડો. દિપક મશરુ તેમજ અંગ્રેજી બોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ચેરમેન ડો ઇરોસ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here