મનપા દ્વારા મીડિયા કર્મીઓ માટે કોરોના વેકિસનેશન-પ્રિકોશન ડોઝનો કેમ્પ યોજાયો

મનપા દ્વારા મીડિયા કર્મીઓ માટે કોરોના વેકિસનેશન-પ્રિકોશન ડોઝનો કેમ્પ યોજાયો
મનપા દ્વારા મીડિયા કર્મીઓ માટે કોરોના વેકિસનેશન-પ્રિકોશન ડોઝનો કેમ્પ યોજાયો

રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે મ્યુનિસીપલ કોરપોરેશની વેસ્ટઝોન કચેરી ખાતે રાજકોટ શહેરના મીડીયા કર્મીઓ માટે કોરોનાના વેકિસનેશન-પ્રિકોશન ડોઝનો કેમ્પ પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અને મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમના વિશેષ પ્રયાસથી આ કેમ્પનું આયોજન થયેલ છે,તેવા સૈરાષ્ટ્ર કચ્છના પ્રદેશ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ કેમ્પની ભૂમિકા સમજાવતા જણાવ્યું હતુ

Visit Saurashtra Kranti Homepage here

કે રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી દેશ અને રાજ્યમાં સૌપ્રથમ આજે પ્રિન્ટ-ઇલેકટ્રોનીક મીડીયાના મીડીયા કર્મીઓ માટે કોરોના વેકિસનેશન કેમ્પ પ્રિકોશન ડોઝના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અગાઉ પણ મીડીયા કર્મીઓ માટે કોરોના વેકિસનેશન પ્રથમ અને દ્વિતીય ડોઝનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતુકે મીડીયા કર્મીઓને રીપોટીંગ માટે વિવિધ કાર્યક્રમોમાં જવાનું હોય છે અને સંક્રમિત થવાનો ભય હોય છે. તેઓ પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ છે. ત્યારે આ કેમ્પનો મીડીયા કર્મીઓ અને તેમના પરિવારને લાભ લેવા અનુરોધ છે. આ કેમ્પની સફળતા માટે આપણા યશસ્વી મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ શુભકામના વ્યકત કરેલ છે.
આ પ્રસંગે પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણીએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યુંકે દેશ અને રાજ્યમાં કોરોનાના સંક્રમણને રસીકરણના માધ્યમથી નાથવામાં આવી રહેલ છે. દુનિયાના બીજા દેશો હજુ કોરોનાના નિયંત્રણ માટે મથામણ કરી રહેલ છે.

તેમણે વધેમાં જણાવ્યું કે આપણા લોક લાડીલા વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. જેમાં મીડીયાનો સહયોગ મળેલ છે. અને મીડીયાના માધ્યમથી સાચીવાત લોકો સુધી પહોચી છે. રાજ્યમંત્રીએ આ તકે કોરોના વેકસીન લેવામાં જે બાકી હોય તેવા લોકોને વહેલી તકે વેકસીન લઇ લેવા બધાને સુરક્ષિત થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતુંકે કોરોનાની સામે વેકસીન એ રામબાણ ઇલાજ છે. વેકસીન લેનારથી કોરોના દુર રહે છે. રાજકોટ આરોગ્ય ક્ષેત્રે સલામત રહે તે માટે અમે સારામાં સારા પ્રયત્નો કર્યા છે. વેકસીનેશનની કામગીરીમાં રાજયમાં રાજકોટ બીજા ક્રમે છે. અમે નિષ્ઠા અને ઈમાનદારીથી મહાનગરપાલીકામાં કામગીરી કરી રહયા છીએ

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે મીડીયાકર્મીઓને સમાચાર સંબંધી કામગીરી માટે વિવિધ સ્થાનોએ જવાનું હોવાથી સંક્રમિત થવાનો ભય રહે છે. આ વેકિસનેશન કેમ્પના આયોજન માટે મહાનગરપાલીકાને અભિનંદન આપ્યા હતા. સમગ્ર વિશ્વના દેશો કોરોનામાં હાંફી રહયા છે. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વેકિસીનેશનના અસરકારક પગલાં લીધા છે. લોકોને વિના મૂલ્યે કોરોનાની વેકિસન આપવામાં આવે છે.

પ્રારંભમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે સૌનું સ્વાગત કરીને આરોગ્ય શાખાની કામગીરીની વિગતો આપી હતી.આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમ્લેશભાઇ મીરાણી,ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ,સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુસ્કરભાઇ પટેલ, શાક્ષક પક્ષના નેતા વિનુભાઇ ધવા,શાસક પક્ષના નેતા સુરેન્દ્રસિંહ વાળા,આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા,શહેર ભાજપ મહામંત્રીઓમાં કિશોરભાઇ રાઠોડ,

Read About Weather here

નરેન્દ્રસિંહ ઠાકુર,નાયબ મ્યુનિસીપલ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી,વગેરે ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના માર્ગર્દશન હેઠળ ડો. ભાવિન મહેતા, ડો.યોગીતા મુંગરા અને આરોગ્ય સ્ટાફે કામગીરી બજાવી હતી. આ કેમ્પ આજના રાત્રીના 8 કલાક સુધી ચાલશે. બપોર 12 કલાક સુધી 120 જેટલા મીડીયા કર્મીઓ અને તેમના પરિવારના સભ્યોએ કોરોના વેકિસીનનો ડોઝ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here