જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર

જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર
જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર

રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે
મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે બને છે ખીજડીયાના મહેમાન
ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ 1984માં આ અભયારણ્યની મુલાકાત લઇ એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને ઓળખી કાઢ્યા હતા
કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) સહિતના દુર્લભ ફપ્રજાતિના પક્ષીઓ ખીજડીયા ખાતે સરળતાથી જોવા મળે છે

ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.
ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળતા પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે જ્યારે 29 જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે જેમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયફફુા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે.સમગ્ર પણે 100 જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં સંતતિ પેદા કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ 1984માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને તેઓએ ઓળખી કાઢ્યા હતા.

આ અંગે વધુ વિગતો આપતાં ખીજડીયા પક્ષી અભ્યારણના આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ જાહેર થતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સ્થળને આગવી ઓળખ પ્રાપ્ત થઇ છે અહીં જૈવ વૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. અહીં ખારા તથા મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે વૃક્ષ, જમીન, પાણી તથા શિકારી પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન સાબિત થયું છે. આ અભ્યારણ લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

Read About Weather here

દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું હતું. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી 3 કિ.મી. દૂર આવેલુ છે.ખીજડીયા ગામ જવાના રોડ્થી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત 12 કિ.મી. જેટલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here