ભાજપમાં પરિવર્તન અને નવી સરકારને પગલે કોંગ્રેસમાં સળવળાટ

ભાજપમાં પરિવર્તન અને નવી સરકારને પગલે કોંગ્રેસમાં સળવળાટ
ભાજપમાં પરિવર્તન અને નવી સરકારને પગલે કોંગ્રેસમાં સળવળાટ

ગાંધીનગર ખાતે તમામ કોંગ્રેસી ધારાસભ્યોની ખાસ બેઠકમાં મનોમંથન શરૂ: પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ખાસ હાજરી

ગુજરાત ભાજપમાં સરકારમાં અમુલ પરિવર્તનનાં પગલે કોંગ્રેસમાં એકા એક નવું જોમ અને જોશ આવ્યા હોય તેમ રાજકીય પ્રવૃતિઓનો સળવળાટ શરૂ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની ખાસ બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજરી આપી રહયા છે.

કોંગ્રેસની રાજકીય રીતે મહત્વની ગણાતી આ બેઠકમાં પક્ષના તમામ ધારાસભ્યોએ હાજરી આપી છે. ચાવડા અને ધાનાણીના માર્ગદર્શન હેઠળ મહત્વની રાજકીય ગુફતેગો કરવામાં આવી રહી હોવાનું કોંગ્રેસના આંતરીક સુત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતની બદલાતી રાજકીય પરિસ્થિતિમાં હવે શું થઇ શકે અને આગામી ચૂંટણીઓમાં ભાજપને કઇ રીતે મજબુત લડત આપી શકાય એ સહિતના વિવિધ મુદ્ાઓ પર કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ઉંડુ અને ગહન મનોમંથન કરવામાં આવી રહયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બે દાયકાથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાના સીહાસન પરથી દુર છે. પ્રથમ નરેન્દ્ર મોદી કાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને સજ્જડ પરાજય સહન કરવો પડયો.

મોદીએ રાષ્ટ્રીય તખ્તે સ્થાન મેળવ્યા બાદ યોજાયેલી ધારાસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ પુરૂ જોર લગાવ્યા છતાં બહુમતીથી દૂર રહી છે. હવે આગામી 15 મહિનાની અંદર અથવા તો વહેલી વિધાનસભાની ચૂંટણીઓ આવી શકે છે

ત્યારે સંગઠનને મજબૂત કરવા માટેની દિશામાં કોંગ્રેસે રાજકીય વ્યૂહ રચના વિચારવાનું શરૂ કરી દીધુ હોય તેમ લાગે છે. આમ તો પક્ષમાં ચૂંટણી નજીક આવી ત્યાં સુધી સળવળાટ કે ગરમાવો દેખાતા ન હતા. પરંતુ ગુજરાત ભાજપે જ કોંગ્રેસને ઉંઘમાંથી એકાએક જાગી ઉઠવાની તક પુરી પાડી છે.

આખે આખી રૂપાણી સરકારને બદલી નાખવામાં આવી છે અને ચૂંટણીઓ માથે ગાજી રહી છે ત્યારે જ ભાજપે બહુ મોટો રાજકીય ગુજાર ખેલી નાખ્યો છે. એમાં કોંગ્રેસને આગામી સફળતાની તક દેખાઇ હોય એવું લાગી રહયું છે.

ભાજપનાં આંચકા રૂપ રાજકીય ફેંસલાઓને પગલે ખુદ ભાજપમાં અને અલગ અલગ મત વિસ્તારોમાં લોકોમાં સર્જાયેલા અસંતોષની પાંખ પર સવાર થઇને કોંગ્રેસ લાંબા ગાળાના વિરહ બાદ સ્વર્ણીમ સંકુલમાં પહોંચવાની મનોકામના અને મનોઇચ્છા મનમાં મમળાવવા લાગી છે.

એટલે ગાંધીનગરમાં કોંગ્રેસે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો હોય તેવું લાગે છે.

આગામી તા.27 અને 28 સપ્ટેમ્બરે વિધાનસભાની ટુંકી બેઠક યોજાઇ રહી છે એ બેઠકમાં કોરોના, તાઉતેનું વળતર, અતિવૃષ્ટિ જેવા

Read About Weather here

મુદ્ાઓ ચમકાવવા અને નવી ભાજપ સરકારને ભીંસમાં લેવાના મુદ્ાઓ ઉપર પણ કોંગ્રેસની બેઠકમાં સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here