રાજકોટ: કોંગ્રેસની રાજ્ય વ્યાપી ન્યાય યાત્રામાં રાજ્ય સરકારને આડે હાથ લેતા હાર્દિક પટેલ

રાજકોટ: કોંગ્રેસની રાજ્ય વ્યાપી ન્યાય યાત્રામાં રાજ્ય સરકારને આડે હાથ લેતા હાર્દિક પટેલ
રાજકોટ: કોંગ્રેસની રાજ્ય વ્યાપી ન્યાય યાત્રામાં રાજ્ય સરકારને આડે હાથ લેતા હાર્દિક પટેલ

રાજ્ય સરકારનાં મૃત્યુ આંક અને વાસ્તવિક મૃત્યુ આંક વચ્ચે આસમાન-જમીનનું અંતર
કોવિડ પીડિત 30 હજાર પીડિતોની રૂબરૂ મુલાકાત: ફોર્મ ભરી વિગતો અપડેટ કરી
કોંગ્રેસ ન્યાય યાત્રાની મુખ્ય ચાર માંગ

રાજ્યભરમાં કોરોના મહામારીનાં કારણે મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે તે માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરાયેલી છે. તે અંતર્ગત ગત તા.15 ઓગસ્ટથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનામાં મૃત્યુ પામેલાઓનાં પરિવારજનોને મળીને આશ્વાસના આપી તેના ફોર્મ ભરવાની કામગીરી કોંગ્રેસ પક્ષ દ્વારા આદરી દેવામાં આવી છે. જેમાં સરકારે જાહેર કરેલા આંકડા કરતા ઘણા ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયાનું પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટ ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

કોરોના મહામારીમાં રાજ્યનાં નાગરિકોને ન્યાય મળે તે માટે કોવિડ-19 ન્યાય યાત્રા તા.15 ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-19 ન્યાય યાત્રામાં બે અઠવાડિયાનાં સમય ગાળામાં જ 22 હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લેવાઈ હતી

અને તેમને સાંત્વનાં આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે માંગ સરકાર સમક્ષ રજુ કરવા માટે 31,850 કરતા વધુ ફોર્મ મૃતકનાં પરિવારજનોએ ભરીને આપ્યા છે.

જયારે સરકારી આંકડા મુજબ રાજ્યમાં 10081 લોકોના કોરોનાથી મોત થયા છે. કોંગ્રેસ પક્ષે માત્ર ત્રણ અઠવાડિયામાં રાજ્ય સરકારનાં આંકડા કરતા ત્રણ ગણા મોત થયાનું આધાર પુરાવા સાથે શોધી કાઢયાનો દાવો કર્યો હતો.

ન્યાય યાત્રા દરમ્યાન ઝોન પ્રમાણે પરિવારજનોએ ભરીને આપેલા ફોર્મની સંખ્યા આ મુજબ છે. સૌરાષ્ટ્ર ઝોન 11208, ઉતર ઝોન 8045, મધ્ય ઝોન 5136, દક્ષિણ ઝોન 7461 એમ કુલ મળીને 31850 લોકો કોરોનાથી મૃત્યુ થયાનું હાલની યાત્રાથી જાણવા મળ્યું છે.

યાત્રા જેમ-જેમ આગળ વધશે. તેમ વધુ ડેટા-આંકડાઓ સામે આવશે. તેમ યાદીમાં જણાવ્યું હતું.

ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાનાં કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય તેવું દુ:ખ વેઠયું છે. રાજ્ય સરકારનાં અણઘડ વહીવટનાં પ્રતાપે અનેક પરિવારએ ભારે યાતનાઓ વેઠી છે. તેના પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસને મળ્યા હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હવે ચૂંટણી આવી રહી છે. એટલે તેના હાઈકમાન્ડે ચહેરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છુપાવવાની કોશિશ કર્યાનો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેતા નહીં નિયત બદલો, ચહેરો નહીં ચરિત્ર બદલો. ચહેરો બદલવાથી પાપ ધોવાઇ નહીં જાય. ત્રણ લાખ લોકોના મૃત્યુ થયા તે પાછા નહીં આવી જાય.

કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા છે. તેવા તીખા પ્રહારો તેમણે રાજ્ય સરકાર દ્વારા કર્યા હતા. રાજ્ય સરકારનાં ગવર્મેન્ટ મેઈડ ડીઝાસ્ટર સરકારી આંકડા મુજબ 10,081 લોકોના કોરોનામાં મૃત્યુ થયા છે.

બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં 2.81 લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. જે તાજેતરનાં હાવર્ડ યુનિ. નાં સંશોધનમાં સામે આવ્યું હતું.

પ્રથમ લહેરબાદ બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસીવીર ઇન્જેક્શનનાં કાળાબજાર, દવાના કાળાબજાર, 108 એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી હતી.

48 થી 72 કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી અને મોત પછી સ્મશાન અને અંતિમ વિધિ માટે પણ લાઈનો સરકારની ઘોર બેદરકારી હોવાના આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો.

વૈશ્વિક મહામારીમાં લોકોને રાહત આપીને મદદરૂપ થવાને બદલે કોરોના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઇન્જેક્શન સહિતનાં કાળાબજારીયા સંગ્રહખોરો બેલગામ બન્યા હતા.

સરકારે આપેલા લાયસન્સ દ્વારા લેબોરેટરી ટેસ્ટીંગમાં મોટા પાયે કમાણી- નાણા વસુલ્યાનો આરોપ હાર્દિક પટેલ કર્યો હતો.કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું

કે, કોરોના મહામારીનાં કપરા સમયમાં તમામ મોરચે ભાજપની રાજ્ય સરકાર નિષ્ફળ રહી હતી અને ગુજરાતનાં લોકોની જીંદગી સાથે ધમણ-1 નાં નામે ગંભીર ખેલ ખેલ્યો હતો.

સરકારે કોઈપણ જાતની ચકાસણી કર્યા સિવાય ધમણ-1 ને સીધું ગુજરાતનાં દર્દીઓની ઉપર અખતરો કર્યો હતો.(12)પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ન્યાય યાત્રામાં કૌભાંડમાં મૃત્યુ પામેલા પરિવારજનોનેર ન્યાય મળે તે માટે કેટલીક માંગો ઉઠાવવામાં આવી હતી.

જેમાં (1) કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ. 4 લાખનું વળતર આપવા માંગ કરાઈ છે. (2) કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓનાં તમામ મેડીકલ હોસ્પિટલનાં ખર્ચની રકમની ચુકવણી કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

Read About Weather here

(3) સરકાર તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ (4) કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓનાં સંતાન/ પરિવારજનો પૈકી એકને કાયમી નોકરીની માંગ ન્યાય યાત્રામાં ઉઠાવવામાં આવી હતી.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here