બોલર વહાબ રિયાઝ રસ્તા પર વેચે છે ચણા…!

બોલર વહાબ રિયાઝ રસ્તા પર વેચે છે ચણા...!
બોલર વહાબ રિયાઝ રસ્તા પર વેચે છે ચણા...!
વર્લ્ડ કપ 2011, મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચ અને વિરોધી બોલરે આખી દુનિયાને પોતાની તાકાત બતાવી. વાત કરવામાં આવી રહી છે વહાબ રિયાઝની જેણે મોહાલીમાં ભારત સામે શાનદાર બોલિંગ કરીને પાંચ વિકેટ પોતાના નામે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે 2011 અને 2015ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જોકે હવે તે હાલ ટીમની બહાર છે.તેણે દિગ્ગજ ક્રિકેટરોને પોતાની ઘાતક બોલિંગથી પરેશાન કર્યા હતા અને હાલ આ બોલાર ચણા વેચી રહ્યો છે, જેનો વિડિઓ વાયરલ થયો હતો

 પાકિસ્તાની ટીમ આ મેચ હારી ગઈ હતી. વહાબ રિયાઝે વીરેન્દ્ર સેહવાગ, એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યા હતા. વર્લ્ડ કપમાં ધૂમ મચાવનાર એ જ પાકિસ્તાની બોલર સોમવારે પાકિસ્તાનના રસ્તા પર ચણા વેચતો જોવા મળ્યો હતો.

વહાબ રિયાઝે ખરેખર ચણા વેચવાનું શરૂ કર્યું નથી. વાસ્તવમાં વહાબ રિયાઝે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ચણા વેચતો જોવા મળી રહ્યો છે. વહાબ રિયાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વહાબે તેનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું- ‘આપકે ચને વાલા ચાચા ઓફ ધ ડે. તમારો ઓર્ડર મોકલો. શું બનાવવું અને કેટલા માટે? મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા, મજા આવે છે.

વહાબ રિયાઝ ભલે પાકિસ્તાની ટીમમાંથી બહાર ચાલી રહ્યો હોય, પરંતુ આ ડાબોડી ફાસ્ટ બોલર હંમેશા મોટી ટુર્નામેન્ટમાં ચમક્યો છે. વહાબ રિયાઝે 2011 વર્લ્ડ કપમાં રમાયેલી 5 મેચમાં 8 વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 5 રનથી ઓછો હતો.

તેણે ભારત સામે જ 8માંથી 5 વિકેટ લીધી હતી. વહાબ ડિસેમ્બર 2020થી પાકિસ્તાની ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. 36 વર્ષીય ફાસ્ટ બોલરે 27 ટેસ્ટમાં 83 વિકેટ ઝડપી છે. તેણે 91 વનડે મેચમાં 120 વિકેટ ઝડપી છે. અને આ ઝડપી બોલરે 36 ટી-20માં 34 વિકેટ ઝડપી છે.

Read About Weather here

વહાબ રિયાઝ 2015 વર્લ્ડ કપમાં તેની શાનદાર ફાસ્ટ બોલિંગ માટે પણ જાણીતો છે. વહાબ રિયાઝે ઓસ્ટ્રેલિયા સામે પોતાના શાનદાર બાઉન્સરથી બેટ્સમેનોને હલાવી દીધા હતા. શેન વોટસન માટે વહાબના બોલને રમવું અશક્ય બની ગયું હતું. વહાબે પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા વર્લ્ડ કપ 2015માં 16 વિકેટ લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here