આજે CMઓ PM સાથે બેઠક કરશે

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
ભારતમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. છેલ્લા 24 કલાકમાં અહીં 33,470 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286, દિલ્હીમાં 19,166, તમિલનાડુમાં 13,990, કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા શનિવારે પીએમ મોદીએ કોરોનાને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 277 લોકોના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 8 લાખથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં PM મોદીએ કોરોના અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

ઘણા મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, બિહારના સીએમ નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોનાના વધતા કેસ મામલે સમીક્ષા બેઠક યોજી હતી.

Read About Weather here

આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી, ગૃહ સચિવ, કેબિનેટ સચિવ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમીક્રોન વેરિયન્ટને કારણે હાલમાં વધી રહેલાં કોવિડ કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here