રેસ્ટરાંમાંથી બહાર નીકળતા સમયે બંનેએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. બંનેએ બ્લૂ ટી શર્ટ તથા ડેનિમ પહેર્યું હતું. બોબી દેઓલ કઝિન ભાઈ અભય દેઓલ તથા અન્ય સાથે તાજેતરમાં જ ડિનર પર ગયો હતો.આ દરમિયાન ગરીબ બાળકો ભેગા થઈ ગયા હતા.સો.મીડિયામાં બોબી દેઓલ તથા અભય દેઓલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બોબી તથા અભય રેસ્ટોરાંમાંથી બહાર આવે છે. આ સમયે ગરીબ બાળકો આવે છે અને બોબી-અભય સાથે ફોટો ક્લિક કરાવે છે. બોબી દેઓલ બાળકોને ભેટે પણ છે. આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવે છે.બોબી દેઓલ તથા અભય દેઓલનું આ વર્તન સો.મીડિયા યુઝર્સને ઘણું જ ગમ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘દેઓલ હંમેશાં વિનમ્ર રહ્યા છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘બંને ભાઈ એક જેવા જ છે…અભય તથા બોબી દેઓલ..’ બીજા એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘આ લોકો સાચે જ જેન્ટલમેન છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘આ લોકો હીરો છે, કારણ કે તે ગરીબ લોકોને પ્રેમ કરે છે.’પ્રોડ્યૂસર શબ્બીર બોક્સવાલાએ ગેટ-ટુગેધરની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીર શૅર કરીને શબ્બીરે કહ્યું હતું, ‘કોરોનાને કારણે બે વર્ષ સુધી રાહ જોઈ, અમારી ફિલ્મ ‘જંગલ ક્રાય’ ફાઇનલી રિલીઝ માટે તૈયાર છે. પ્રમોશન માટે સેલિબ્રેશન કર્યું.’ તસવીરમાં બોબી દેઓલ, અભય દેઓલ, એમિલી શાહ તથા અન્ય લોકો જોઈ શકાય છે.
Read About Weather here
ફિલ્મ ઓરિસ્સાના કલીંગા ઇન્સ્ટિટ્યૂટના 12 જરૂરિયાતમંદ તથા અનાથ બાળકો પર આધારિત છે. આ બાળકોએ 2007માં ઇંગ્લેન્ડમાં ઇન્ટરનેશનલ જુનિયર રગ્બી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અનાથ બાળકોની આ સફરની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મને સાગર બલેરીએ ડિરેક્ટ કરી છે.ઉલ્લેખનીય છે કે બોબી દેઓલ છેલ્લે ઝી5 પર સ્ટ્રીમ થયેલી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’માં જોવા મળ્યો હતો. બોબી દેઓલ ‘એનિમલ’માં રણબીર કપૂર તથા મંદાના રશ્મિકા સાથે જોવા મળશે. અભય દેઓલ છેલ્લે ફિલ્મ ‘વેલ્લે’માં જોવા મળ્યો હતો.બોબીએ ‘આશ્રમ’ની ત્રીજી સિઝનનું શૂટિંગ પૂરું કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here