આવનારા 48 કલાકમાં ચક્રવાતનાં રૂપમાં ત્રાટકવાની શક્યતા…

આવનારા 48 કલાકમાં ચક્રવાતનાં રૂપમાં ત્રાટકવાની શક્યતા...
આવનારા 48 કલાકમાં ચક્રવાતનાં રૂપમાં ત્રાટકવાની શક્યતા...

એનડીઆરએફની 17 સહિત કુલ 37 બચાવ ટુકડીઓ તૈનાત

ઓરિસ્સા પર વાવાઝોડાનો ખતરો, 18 જિલ્લામાં ‘યલો એલર્ટ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ બેઠક યોજી સમીક્ષા કરી

છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રીતે દર વર્ષે વાવાઝોડાની આફતનો સામનો કરતા રહેલા ઓરિસ્સા પર આ વર્ષે પણ વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો છે અને આગામી 48 કલાકમાં ઓરિસ્સાનાં કાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાને પગલે પૂરી, ઉતર કોસ્ટલ ઓરિસ્સા સહિતનાં 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે, ઓરિસ્સા પર ચક્રવતી વાવાઝોડું ‘અસાની’નો ખતરો વધુ ગંભીર બન્યો છે. અનેક જિલ્લાઓમાં શુક્રવારથી જ તોફાની પવન ફૂંકાવા લાગે તેવી શક્યતા છે.

ચેતવણીને પગલે સરકારે એનડીઆરએફની 17 ટીમ અને ઓડીઆરએએફની બીજી 20 ટીમો રાહત અને બચાવ માટે તૈનાત કરી દીધી છે. ફાયર બ્રિગેડનાં 175 વાહનોને પણ ગોઠવી દેવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય હવામાન ખાતાનાં વડા એમ.મહાપાત્રાએ લાલબતી ધરી છે કે, વાવાઝોડું 8મી મે સુધીમાં બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે અને તેની ગતિ પ્રતિકલાક 75 કિમીની થઇ શકે છે. અમે ઝીણી નજર રાખી રહ્યા છીએ. વાવાઝોડાની અસરથી પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ જેવા રાજ્યોમાં અસર થઇ શકે છે.

વડાપ્રધાન મોદીએ વાવાઝોડા અસાની અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઓરિસ્સા સરકારે દરિયાકાંઠા વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી સહિતની જરૂરી ચીજ-વસ્તુઓ, દવાઓ વગેરે પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Read About Weather here

ગયા વર્ષે દેશમાં ત્રણ વાવાઝોડા ત્રાટક્યા હતા. ડિસેમ્બરમાં જવાદ આવ્યું હતું. એ પહેલા ગુલાબ અને યાસ નામના વાવાઝોડા ત્રાટક્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here