ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 7 મજૂરો ભડથું, 10 ગંભીર

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 7 મજૂરો ભડથું, 10 ગંભીર
ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 7 મજૂરો ભડથું, 10 ગંભીર
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં તમામ મહિલા મજૂર છે. દરેક ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 7 લોકોના કરુણ મોત થવાના સમાચાર સામે આવ્યા છે. તે સિવાય 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  આ દરમિયાન ઘટનાની સૂચના મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રધાનમંત્રીએ દૂર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવારજનોને 2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેરાત કરવામાં આવી છે.ઉનાના હરોલીના ટાહલીવાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ ઘટનાસ્થળે ભિષણ આગ લાગી હતી અને કામ કરતી મહિલાઓ જીવતી ભડથું ગઈ હતી. આગ પર અત્યારે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Read About Weather here

ઘટનાસ્થળે બ્લાસ્ટ બાદ 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે જે બ્લાસ્ટ દરમિયાન પોતાની માતા સાથે હતી. જણાવી દઇએ કે ઘટનાસ્થળ પર હાજર સ્થાનીય લોકો પ્રમાણે 7 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું છે કે બ્લાસ્ટ થયો ત્યારે 30થી 35 લોકો કામ કરી રહ્યા હતા. દરેક મૃતક મહિલા યૂપીની રહેવાસી છે. મૃતકોની ઓળખ થવાની હજી બાકી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here