સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતવાળી થશે??

સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતવાળી થશે??
સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતવાળી થશે??

સૌરાષ્ટ્રમાં પણ કેટલાક કોંગ્રેસી નેતાઓ અને અગ્રણી કાર્યકરો ભાજપનાં સંપર્કમાં હોવાની ભારે ચર્ચા
ભાજપમાં જોડાતા પહેલા સમર્થકોની જંગી હાજરી સાથે વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કરતા પરમાર
સૌરાષ્ટ્રમાં પોતાના ગઢની સલામતી માટે કોંગ્રેસ નેતાગીરી મામલો હાથમાં લેશે ખરી?
કોઈપણ અપેક્ષા વિના જયરાજસિંહ ભાજપ સાથે જોડાયા છે: પાટીલ

ઉતર ગુજરાતમાં એક તાકાતવાન ક્ષત્રીય નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડીને આજે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધા બાદ રાજકીય લોબીમાં જાતજાતની ચર્ચા અને અટકળોની આંધી ઉઠવા લાગી છે અને જોરશોરથી એવું ચર્ચાઈ રહ્યું છે કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસ પાંખમાં પણ આગામી દિવસોમાં ઉતર ગુજરાતવાળી થઇ શકે છે. ખૂબ જ રાજકીય સંપર્કો ધરાવતા આધારભૂત સુત્રો એવું માની રહ્યા છે કે, સૌરાષ્ટ્રનાં કેટલાક ટોચનાં કોંગ્રેસી નેતાઓ અને અગ્રણી કાર્યકરો ભાજપનાં સંપર્કમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

ગમે ત્યારે નવા-જૂની થઇ શકે છે અને ઉતર ગુજરાત જેવા કડાકા- ભડાકા થઇ શકે છે. આવી શક્યતાને પગલે કોંગ્રેસી નેતાગીરી પણ ચિંતિત બની હોય તેમ લાગે છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનાં કિલ્લાનાં કાંગરા ન તૂટે એ માટે પક્ષનાં પ્રદેશ મોવડીઓ જાગૃત બની મામલો હાથમાં લ્યે છે કે કેમ એ જોવાનું રહે છે. આવનારા દિવસો રસપ્રદ બની રહેશે. તેમ રાજકીય નિરીક્ષકો માને છે.

ઉતર ગુજરાતનાં શક્તિશાળી અને સેવાભાવી લોકપ્રિય ક્ષત્રિય નેતા ગણાતા જયરાજસિંહ પરમાર આજે વાજતે- ગાજતે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં ભાજપનાં વડામથક કમલમ ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તાળીઓનાં ગડગડાટ વચ્ચે જયરાજસિંહને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.

સમર્થકોની મોટી હાજરી સાથે ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહ પરમારે ગાંધીનગરમાં વિશાળ રેલી યોજી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. સી.આર.પાટીલને ભાજપમાં આવકાર આપતા પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે, મેં અગાઉ નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને પક્ષમાં લેવા નથી. પરંતુ ભાજપમાં બધાનું મંતવ્ય એ હતું કે, જયરાજસિંહને તો ભાજપમાં જોડવા જ જોઈએ. જયરાજસિંહ સહિત તમામનું હું ભાજપમાં સ્વાગત કરૂ છું.

Read About Weather here

પાટીલે એવી પણ સૂચક ટકોર કરી હતી કે, કોઈપણ અપેક્ષા વિના જયરાજસિંહ ભાજપ સાથે જોડાયા છે. જુના નેતાઓએ પણ મને કહ્યું હતું કે આપણે જયરાજસિંહને પક્ષમાં લાવીએ. તેઓ કોઈપણ ભય વિના હંમેશા પોતાનું પક્ષ મુકતા રહ્યા છે. ઉંધી દિશામાં પતંગ ચગાવવો એ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજનીતિ એ સેવાનો વિષય છે. હું ભાજપમાં પૂરી વફાદારી સાથે કામ કરવા માંગુ છું અને લોકોનાં કામ હંમેશા કરતો રહીશ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here