પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ

પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ
પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ

કેન્દ્ર સરકાર ઇન્કાર પણ કરતી ન હોવાથી તપાસ કરવા સિવાય છુટકો નથી: વિદેશી એજન્સી ભારતીય નાગરિકો પર નજર રાખે એ ગંભીર ચિંતાની બાબત: સુપ્રીમ
સુપ્રીમનાં પૂર્વ જજના વડપણ હેઠળ ત્રણ સભ્યોની તપાસ સમિતીની રચના કરતા મુખ્ય ન્યાયમુર્તી

દેશમાં ભારે ખળભળાટ મચાવી દેનાર ઇઝરાયેલી જાસુસી સંસ્થા અને કંપનીને સંડોવતા જાસુસી પ્રકરણમાં ઉચ્ચ કક્ષાની તપાસ સમિતી રચવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.વી.રવિન્દ્રદના વડપણ હેઠળ ત્રણ સભ્યોની સમિતી રચવાનો સુપ્રીમે નિર્ણય લીધો છે.પેગાસસ કાંડ પર થયેલી અનેક અરજીઓ પર સુનાવણી કરતા દેશના મુખ્યન્યાય મુર્તી એન.વી.રમણાના વડપણ હેઠળની બેંચે પેગાસસ જાસુસી કાંડના આક્ષેપોની સઘન અને વ્યાપક તપાસ કરવા

અને સુપ્રીમમાં તપાસ અહેવાલ રજૂ કરવા સમિતીને આદેશ આપ્યો છે. સમિતીના અન્ય બે સભ્યો તરીકે આલોક જોષી અને સંદિપ ઓબેરોયની નિમણૂંક કરવામાં આવી છે. આ કેસમાં આઠ સપ્તાહ પછી સુપ્રીમમાં ફરી સુનાવણી થશે.

સુપ્રીમે સમિતીની રચના કરવા સાથે ટકોર કરી હતી કે, નાગરિકોના અંગત મામલામાં તપાસ કરવાનો મામલો અને નાગરિકોની જાસુસી વિદેશી સંસ્થા દ્વારા થઇ રહયાનો મુદ્ો ગંભીર ચિંતાની બાબત છે. સાચુ કે ખોટુ શું છે એ બહાર લાવવું જોઇએ.

સચ્ચાઇ બહાર લાવવા માટે તપાસ કરવાનું જરૂરી બન્યું છે. સુપ્રીમે એવી પણ ટકોર કરી હતી કે, પેગાસસ જાસુસી કાંડ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ રદિયો આપયો નથી એટલે નિષ્ણાંત સમિતી રચીને તપાસ કરવા સિવાય સુપ્રીમ પાસે બિજો કોઇ વિકલ્પ રહયો નથી.

પેગાસસ જાસુસી કાંડની તપાસ સર્વોચ્ચ અદાલતની નિગરાનીમાં થવી જોઇએ એવી અરજ સાથે ઠગલાબંધ અરજીઓ સુપ્રીમમાં થઇ હતી. જેના પર આજે સુપ્રીમે આ ચુકાદો આપ્યો છે.

દેશના તમામ ટોચના રાજકારણીયો, પત્રકારો, સામાજીક આગેવાનો અને કાર્યકરો પર જાસુસી થતી હોવાનો ધડાકો થયા બાદ દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ મુદ્ા પર ગત 23 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં એવો જવાબ આપ્યો હતો

Read About Weather here

કે, જાસુસીના આક્ષેપોની તપાસ માટે નિસપક્ષ સમિતી રચવા કેન્દ્ર તૈયાર છે. જાસુસી અંગેની તમામ વિગતો પણ સુચીત સમિતીને સોંપવાની સરકારની તૈયારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here