દિવાળીના દિવસોમાં પ્રજાને રાહત આપો, કફર્યુ હટાવો, માસ્ક દંડ ઘટાડો

દિવાળીના દિવસોમાં પ્રજાને રાહત આપો, કફર્યુ હટાવો, માસ્ક દંડ ઘટાડો
દિવાળીના દિવસોમાં પ્રજાને રાહત આપો, કફર્યુ હટાવો, માસ્ક દંડ ઘટાડો

સરકારના ઇશારે પોલીસ તીજોરી ભરવા પ્રજા પર તુટી પડે છે: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
તહેવારો પર ધંધા સારી રીતે થાય એ માટે કફર્યુ દુર અને માસ્કનો દંડ ઘટાડી રૂ.200 કરવો જોઇએ: શહેર કોંગ્રેસના આગેવાનોની જોરદાર માંગણી
કાળા કાયદા અમલમાં રાખીને લોકોને બાનમાં લેવાઇ રહયા હોવાનો કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ

દિવાળીના અને નવા વર્ષના દિવસો નજીક હોવાથી લોકોને અને ખાસ કરીને વેપારી વર્ગને ધંધામાં નડતર રૂપ બનતો રાત્રી કફર્યુનો અમલ હટાવી લેવા અને માસ્કનો દંડ ઘટાડવા રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોએ જોરદાર માંગણી કરી છે

Visit Saurashtra Kranti Homepage here

અને એવો આક્ષેપ કર્યો છે કે, સામાજીક અંતર, માસ્કનો ભારે દંડ અને રાત્રી કફર્યુ જેવા કાળા કાયદા અમલમાં રાખીને સરકાર લોકોને બાનમાં લઇ રહી છે. સરકારના એક ઇશારે તીજોરી ભરવા પોલીસ તુટી પડે છે. દંડની રકમ ન ભરે તો ગાડી ડીટેઇન કરી દેવામાં આવે છે.

કમસે કમ દિવાળીના તહેવારોની રજામાં લોકોને તહેવારોની મજા માણવાની છૂટ આપવી જોઇએ. એવી માંગણી કરતા કોંગ્રેસના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, વેપારીઓ માટે કફર્યુ નડતર રૂપ બને છે.

પણ સરકારે પોલીસને ટાર્ગેટ આપ્યા હોય તેમ માસ્ક અને ગાડીના દંડ ઉધરાવીને પોલીસ રીતસર આતંક મચાવી રહી છે. લોકો તહેવારોની રજા માણી શકે એ માટે નાઇટ કફર્યુ ઉઠાવી લેવા અને માસ્કનો દંડ ઘટાડીને રૂ.200 કરી દેવા આગેવાનોએ જોરદાર માંગણી કરી હતી.

શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીત મુંઘવાએ એક સયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી હવે નામ સેસ થઇ ગઇ છે. દિવાળીનું પવિત્ર પર્વ ઉજવવા લોકો થનગની રહયા છે.

પંરતુ સરકારના કાળા કાયદા સામે લાચાર બની ગયા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, દરરોજ એક એક ચોકમાં ખડકાય જઇને પોલીસ માસ્ક વગર નિકળતા લોકો પાસેથી તોતીંગ દંડ વસુલે છે.

હવે આ રૂ.1 હજારનો આંકડો દંડ ઘટાડીને રૂ.200 કરીને રાહત આપવી જોઇએ. ખીસ્સામાં નાણા ન હોય છતાં લોકો કેસની બીકથી ગમે તેમ કરીને ચુપચાપ દંડ ભરી દે છે.

કોંગ્રેસના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વાહન ચેકીંગના નામે પણ પઠાણી-ઉધરાણી કરવામાં આવે છે. તમામ ડોકયુમેન્ટ હંમેશા સાથે રાખવાનું મુશ્કેલ હોય છે. જેનો પોલીસ ફાયદો ઉઠાવી દંડ ફટકારી દે છે.

એટલુ જ નહીં જો દંડ ન ભરે તો વાહનને જ ડિટેઇન કરી લેવામાં આવે છે. મંદિ ગ્રસ્ત ધંધા રોજગાર માંડમાંડ ખુલ્યા છે. દિવાળીની રોનક દેખાય છે પણ વેપારીઓ નાઇટ કફર્યુથી ત્રાહિમામ પોકારી ગયા છે.

દિવાળી પર કમાવાના દિવસો હોય ત્યાં પોલીસની બિકે ધંધા રોજગાર વહેલા બંધ કરવા પડી રહયા છે. આગેવાનોએ નિવેદનમાં ટકોર કરી હતી કે, લોકોને કોરોના મુકત વાતાવરણ હોવાથી રજાની મજા માણવી છે પણ માસ્ક, કફર્યુ વગેરે નિયમો નડતર રૂપ બન્યા છે.

Read About Weather here

આગેવાનોએ તીખી ટકોર કરી હતી કે, દિવાળીના તહેવારમાં 12નાં ટકોરે કામે લગી જતી પોલીસ નોરતામાં કરેલી ભુલનું પુનરાવર્તન ન કરે એ જોવું જોઇએ. લોકોને છૂટથી હરવા ફરવા દો તો સારૂ. વેપારીઓમાં અત્યારે ભયંકર નારાજગી છે પણ સરકાર સામે ખુલ્લીને બોલી શકતા નથી. વેપાર ધંધાના હિત ખાતર નાઇટ કફર્યુ હટાવી લેવો જોઇએ.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here