પુલવામાનાં સીઆરપી કેમ્પમાં રાત પસાર કરતા અમિત શાહ

પુલવામાનાં સીઆરપી કેમ્પમાં રાત પસાર કરતા અમિત શાહ
પુલવામાનાં સીઆરપી કેમ્પમાં રાત પસાર કરતા અમિત શાહ

ગૃહમંત્રીએ રોકાણ લંબાવ્યું, શહીદ જવાનોને હૃદયભીની શ્રધ્ધાંજલિ: 2019 નાં આતંકી આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા
કાશ્મીર ખીણમાં શાંતિ ન સ્થાપય ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય: શાહ

કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે સીઆરપી દળનાં જવાનોની રોજીંદી તકલીફો અને જીવનશૈલીનો જાત અભ્યાસ કરવા માટે પુલવામા ખાતેનાં સીઆરપીએફ કેમ્પસમાં રાત પસાર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અમિત શાહ અને કાશ્મીરનાં લેફ ગવર્નર મનોજ સિન્હાએ શહીદ જવાનોને હૃદય પૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. 2019 નાં ભયાનક ત્રાસવાદી આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રધ્ધાંજલિ આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર આતંકવાદને બિલકુલ ચલાવી નહીં લેવાની નીતિ ધરાવે છે.

તેમણે ગઈ આખી રાત પુલવામા સીઆરપી કેમ્પમાં પસાર કરી હતી. જવાનોને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, ખીણમાં સંપૂર્ણપણે શાંતિ સ્થપાઈ ન જાય ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય. અહીં જવાનોનાં કેમ્પમાં એક રાત પસાર કરવી એ મારા માટે ગૌરવની વાત છે.

દેશની સરહદોની એક-એક ઇંચ જગ્યાનું રક્ષણ કરતા લશ્કર, બીએસએફ, સીઆરપી અને એસએસબી નાં જવાનો સાથે રહેવાનું અને એમની કામગીરી જાણવાનું મારા માટે મહત્વનું કાર્ય રહ્યું છે. જમ્મુ કાશ્મીરની મારી મુલાકાતનો આ સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો કાર્યક્રમ હતો.

ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરની કાયદો વ્યવસ્થા પરિસ્થિતિમાં સુધારો થયો છે મને આશા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા સપના મુજબ આપણા જીવનકાળમાં જ કાશ્મીરમાં શાંતિ સ્થાપી શકાશે. આતંકવાદએ માનવતા વિરોધી કૃત્ય છે

અને આવા તત્વોથી કાશ્મીરની પ્રજાનું રક્ષણ કરવાની કામગીરી આપણા માટે પ્રાથમિકતા ધરાવે છે. કલમ 370 હટાવ્યા બાદ ખીણમાં ખુનામરકી થઇ નથી એ બદલ અમિત શાહે સીઆરપી અને અન્ય એજન્સીઓનાં આભાર માન્યા હતા. તેમણે ઉમેર્યું હતું

કે દેશ અને જમ્મુ કાશ્મીરની પ્રજાનાં હિતમાં કલમ રદ કરવાનું પગલું લેવાયું હતું. પણ 28 હજાર જવાનો અને કાશ્મીર પોલીસની સતર્કતાને કારણે કોઈ હિંસક પ્રતિક્રિયા થઇ નથી. એકપણ ગોળી છૂટી નથી.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, આતંકી હુમલાને પગલે દેશભરમાં જાણીતા થયેલા પુલવામા ખાતે રૂ. 2 હજાર કરોડનાં ખર્ચે મેડીકલ કોલેજ બાંધવામાં આવનાર છે. જમ્મુ અને કાશ્મીરની પ્રજાએ કલમ 370 નાબુદ કરવાનો સ્વીકારી લીધો છે. સુરક્ષા વ્યવસ્થા જવાનોએ જાળવી રાખી છે એ બદલ હું બધાનો આભારી છું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here