કાશ્મીરમાં નવી સુરક્ષા વ્યવસ્થા અમલી બનશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નિર્દોષ નાગરિકોની હત્યાઓ અટકાવવા જડબેસલાક આયોજન: રાજ્યની પોલીસ હુમલા રોકવાનાં આયોજનમાં અગ્ર ભૂમિકા ભજવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં નેજા હેઠળ નવી સુરક્ષા સિસ્ટમ

કાશ્મીર ખીણમાં નિર્દોષ નાગરિકોની હત્યાઓ રોકવા અને સામાન્ય જનને વધુ સુરક્ષા પૂરી પાડવા માટે નવી સુરક્ષા સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. સંકલિત સુરક્ષા સિસ્ટમ મુજબ ભારતીય સેના અને તમામ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સંકલન સાધીને કામગીરી બજાવશે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં કાશ્મીર પોલીસને મહત્વની ભૂમિકા આપવામાં આવી છે. હુમલા રોકવા માટે અન્ય તમામ એજન્સી સાથે સંકલન જાળવી કાશ્મીર પોલીસ અગ્રની ભૂમિકા ભજવશે.

કાશ્મીરનાં સુરક્ષા સુત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ તમામ અન્ય એજન્સી સાથે સંકલનમાં રહેશે. બાતમીધારો મારફત ગુપ્તચર કામગીરી કરવાની રહેશે અને માહિતી મેળવવાની રહેશે. ગઈકાલે જ ગૃહમંત્રી અમિત શાહે યોજેલી બેઠકમાં કાશ્મીર પોલીસે નવી સુરક્ષા સિસ્ટમનું નિદર્શન કરી બતાવ્યું હતું.

તે મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં સતત આધુનિક કેમેરાથી નજર રાખવામાં આવશે. વધુ સઘન અને કાર્યક્ષમ ગુપ્તચર નેટવર્ક ગોઠવવામાં આવશે. શહેરનાં તમામ માર્ગો અને હાઈ-વે પર વધુ સઘન અને સતત પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. વધારે બેરીકેડ મૂકી સુરક્ષાનાં બંકર બનાવવામાં આવશે.

જેથી આતંકવાદીઓની ઘુસણખોરીને અટકાવી શકાય અને એમને શહેરમાંથી નાસી જવામાં મુશ્કેલી ઉભી થાય.

મહત્વપૂર્ણ બધા વિસ્તારોમાં અને ખાસ કરીને જ્યાં બિનકાશ્મીરીઓ અને પરપ્રાંતીય મજુરો રહેતા હોય અને કામ કરતા હોય એવા વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખી ખાસ ડ્રોનગ્રીડ ઉભા કરવામાં આવી રહ્યા છે.

વધુ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરની પોલીસ અને સુરક્ષાદળોને તાત્કાલિક કોઈપણ ઘટના સમયે સાવધ કરી શકાય એ માટે ડ્રોનગ્રીડ સિસ્ટમ મુજબ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવશે.

Read About Weather here

જ્યાંથી શંકાસ્પદ તત્વો અને વાહનોની હિલચાલ પર ઝીણી નજર રાખી શકાશે. કાશ્મીરી ખીણમાંથી 80 પરિવારોનાં યુવાનો ઘર છોડી ગયા છે. ત્રાસવાદી જૂથોએ એમનો ઉપયોગ કરીને નાગરિકોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું મનાય છે. એ તમામ પરિવારો પર બારીક નજર રાખવામાં આવી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here