પતંગ દોરીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો

પતંગ દોરીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો
પતંગ દોરીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો
5: 14મીએ હર્ષ-ઉલ્લાસ સાથે મકરસંક્રાંતિની ઉજવણી થશે. હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. ત્યારે લોકો ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા છે અને વેપારીમાં પણ આશા જાગી છે કે, હવે ખરીદી નિકળી છે.

Visit Saurashtra Kranti Homepage here

સદર બજારમાં રપ થી 30 સ્થળે દોરા પાવાવાળાને ત્યાં વેપારીઓ-લોકોની પુછપરછ ચાલુ થઇ છે. આ વખતે પતંગ અને દોરાના ભાવોમાં પણ ર0 થી રપ ટકાનો વધારો જોવા મળી રહયો છે. રાજકોટમાં યુપી-બિહારથી દોરા પાવાના ધંધાર્થીઓ આવે છે, રોજનો લાખોનો બીઝનેશ કરી રહ્યા છે. મકરસંક્રાંતીને 1 મહિનાની વાર હોય ત્યારથી એ લોકો આવીને દોરી પાવવાનું ચાલુ કરી દેતા હોય છે.

ખરીદી નિકળતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી છે. જો કે આ વર્ષે રીલ અને ફીરકી જો ગ્રાહકની હોય તો એક હજાર વારનું રીલ પાઇ દેવાના રૂ.80 લેવામાં આવે છે.ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી 20 હતી. જેના માટે આ વર્ષે હવે 20થી 25 રૂપિયા ચૂકવવા પડશે. આમ, પંજે 5 રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. તેના માટે આ વર્ષે રૂપિયા 150થી વધુ ચૂકવવા પડશે.

પતંગની ખરીદૃી અને દૃોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહૃાું છે. જો કે, આગામી એકાદૃ સપ્તાહમાં તેમાં વધારો થશે તેવી વેપારીઓને આશા છે. ભાવ વધારો હોવા છતાં આ વખતે પતંગ-દૃોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે. કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 20-30 ટકા સુધી વધી ગઇ છે.

આ ઉપરાંત કોરોનાને કારણે ઉત્તરાયણમાં આ વખતે પતંગનું વેચાણ કેવું રહેશે તેને લઇને અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે. જેના કારણે મોટી કંપની હોય કે નાનો ઉત્પાદૃક તેમણે પતંગ-દૃોરીનું પ્રોડક્શન ઓછું કર્યું છે.

Read About Weather here

માલની અછત પણ પતંગ-દૃોરીની કિંમતમાં થયેલા ભાવ વધારા માટે મહત્વનું પરિબળ છે.ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિૃવસો બાકી રહૃાા છે. ત્યારે પતંગ રસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દૃોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિૃત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દૃોરીની કિંમત આસમાને ગઇ છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here