મામલતદાર કચેરીએ રામધૂન: કાનૂની લડતની ચીમકી

મામલતદાર કચેરીએ રામધૂન: કાનૂની લડતની ચીમકી
મામલતદાર કચેરીએ રામધૂન: કાનૂની લડતની ચીમકી


વંથલીમાં પેશકદમી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

વંથલી શહેર અને તાલુકાની મામલતદાર સરકારી જમીન પર જુનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને ભાજપ આગેવાન દિનેશ ખાટારીયા દ્વારા કબજો કરી હડપ કરી લેવાયાનો આક્ષેપ કરાયો છે. પગલે વંથલી કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં રાજ્યપાલને સંબોધી વંથલી મામલતદારને આવેદન પત્ર આપી ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો.

સમગ્ર મુદ્દે રજૂઆત કરી છે કે, વંથલી શહેરની મધ્યમાં સુરજકુંડ રોડ પર આવેલી પી.ડબલ્યુ.ડી. હસ્તકની સરકારી જમીન પર દિનેશ ખાટારીયા દ્વારા ત્રણ માળનું મકાનનું બાંધકામ કરી પોતાની ઓફીસ બનાવવામાં આવી છે. વંથલી શહેરનાં બસ સ્ટેશન નજીક બેંક ઓફ બરોડાની સામે સાર્વજનિક પ્લોટ પર કબજો કરી પોતાની મુરલીધર સેવા સહકારી મંડળીનાં નામે ઠરાવ કરી હડપ કરી લેવાની પેરવી ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

વંથલી માણાવદર રોડ પર સરકારી પડતર જમીન પર દિનેશ ખાટારીયા દ્વારા પેવીંગ બ્લોકનું કારખાનું ગેરકાયદેસર રીતે શરૂ કરી દેવામાં આવ્યુ છે અને આવી પેશકદમીની જમીન પર સત્તાના જોરે વીજ કનેક્શન પણ લઇ લેવામાં આવ્યું છે.

આ બાબતે હાલ જ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દે જુનાગઢ જીલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા હમીર ધૂળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સામાન્ય સભામાં સદસ્ય ન હોય તેવા લોકો દ્વારા બળજબરીથી આવા ઠરાવો કરાવવામાં આવ્યા હતા અને ડી.ડી.ઓ. જુનાગઢ પણ આ સમગ્ર મુદ્દે આંખ આડા કાન કરી મુક પ્રેક્ષક બની જોઈ રહ્યા હતા.

Read About Weather here

આ સમગ્ર મુદ્દે આજરોજ માણાવદર વિધાનસભાના પ્રભારી હરિભાઈ કણસાગરા, જુનાગઢ જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી.સીડા, વંથલી તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, વંથલી શહેર પ્રમુખ ઈરફાન શાહ તેમજ અનેક કોંગ્રેસી આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી, મામલતદાર કચેરી સામે રામધુન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here