નિરાલી રિસોર્ટમાં કામ કરતા વેઇટરના રૂમમાં આગ ભંભૂકી; આઠને ઇજા

નિરાલી રિસોર્ટમાં કામ કરતા વેઇટરના રૂમમાં આગ ભંભૂકી; આઠને ઇજા
નિરાલી રિસોર્ટમાં કામ કરતા વેઇટરના રૂમમાં આગ ભંભૂકી; આઠને ઇજા

રાત્રીના એકાએક આગ લાગેલી આગમાં બહારથી રૂમનો દરવાજો બંધ હોવાથી મૂળ રાજેસ્થાનના ડુંગરપૂરના આઠ લોકો ભાગી ન શકતા ગંભીર રીતે દાઝ્યા

આગ લાગી કે લગાડવામાં આવી ? તે સહિતના મુદ્દે એ.સી.પી, તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ

શહેરના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં કામ કરતા કર્મચારીઓની ઓરડીમાં રાત્રીના સમયે આગ ભંભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી.જો કે બહારથી દરવાજો બંધ હોવાથી સમયસસર રાજેસ્થાનના ડુંગરપુરના 8 લોકો ભાગી ન શકતા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવ અંગેની જાણ થતાં એસીપી,તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં વેઈટર તરીકે કામ કરતા અને નિરાલી રિસોર્ટની બહાર ઓરડીમાં રહેતા રાજેસ્થાનના ડુંગરપુરના ૮ શ્રમિકો રાત્રીના સુતા હતા.

ત્યારે મધ્યરાત્રીએ એકાએક આગ ભંભૂકી ઉઠતા નિરાલી રિસોર્ટના આઠે આઠ શ્રમિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. પરંતુ દરવાજો બહારથી લોક હોવાથી ૮ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. શ્રમિકોની ચિખો સાંભળી આજુબાજુના લોકોએ દોડી જઇ ગંભીર રીતે ઘવાયેલા રાજુ કુટિયાભાઈ લબાના ( ઉ.વ 55), ચિરાગ અંબાલાલ લંબાના ( ઉ.વ 18 ), દિપક પ્રકાશ લંબાના ( ઉ.વ 22 ), બાકેશ લંબાના ( ઉ.વ 22 ), દેવી લંબાના ( ઉ.વ 25 ), હિતેશ તુલસીરામ લંબાના ( ઉ.વ 25 ), લક્ષ્મણ અંબાલાલ ( ઉ.વ 25 ), શાંતિ ભવરચંદ લંબાના ( ઉ.વ 45) ને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવ અંગેની જાણ થતાં એસીપી જે.એસ.ગેડમ, તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ જે.વી.ધોળા, એફ.એસ.એલની ટીમે ઘટના સ્થળે દોડી જઈને
આગ લાગવાના કારણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી પાડોશી લોકોની પૂછપરછ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મોબાઈલ ફાટવાથી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ ભંભૂકી ઊઠ્યાનું પોલીસ બેડામાં ચર્ચાય રહ્યું છે.

Read About Weather here

જ્યારે ઇજાગ્રસ્ત રાજુ લંબાનાએ જણાવ્યું હતું કે રાત્રીના આગ લાગ્યાની જાણ થતાં આઠ શર્મિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. બહારથી દરવાજો બંધ હોવાથી અમે ભાગી શક્યા નહોતા,કોકે બહારથી આગ લગાડી દઈ રૂમમાં પુરી દીધાની અમોને શકા છે.\

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here