દારૂ વેચવા પર મોતની સજા..!

દારૂ વેચવા પર મોતની સજા..!
દારૂ વેચવા પર મોતની સજા..!

ગુજરાતમાં દારૂબંધી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાંપણ કેટલાય સ્થળો પર દારૂ બનાવી અને છૂપી રીતે વેચાવામાં આવે છે.રોજ લાખો નો દારૂ પકડાય છે. દારૂના લીધે લોકો મૃત્યુ પણ પામે છે. છતાં પણ દારૂ વેચનારને કોઈ જ સજા થતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ મધ્યપ્રદેશમાં દારૂ અંગે બિલ પાસ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ કેબિનેટે ગેરકાયદેસર દારૂ વેચતા લોકોને મોતની સજા આપવા સુધારા બિલ ‘મધ્યપ્રદેશ આબકારી બિલ 2021’ ને મંજૂરી આપી દીધી છે. આ બિલ વિધાનસભામાં રજૂ કરતાં ચર્ચા વગર બહુમતીએ મંજૂરી આપી દેવાઈ છે.

હવે આ બિલ રાજ્યપાલ મંગુભાઈ પટેલ પાસે મોકલાશે. તેમની મંજૂરી મળ્યા બાદ આ કાયદો અમલમાં આવશે.

મધ્યપ્રદેશમાં ગત 11 મહિનાની અંદર લઠ્ઠાકાંડમાં લગભગ 50 લોકોના મોત થયા છે. એ પછી આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો.

નવા બિલ અનુસાર જો લઠ્ઠો પીવાથી કોઈનું મૃત્યુ થાય છે તો આરોપીને ઓછામાં ઓછી બે વર્ષની જેલ અને 5 લાખનો દંડ ચૂકવવો પડશે. અને જો કોઈ વ્યક્તિ બીજી વાર દોષિત સાબિત થશે તો તેને મોતની સજા અને 20 લાખ રૂપિયાનો દંડ ભરવાનો રહેશે.આ કાયદાથી દારૂ વેચવા પર મોતની સજાની જોગવાઈ હોવાથી ભવિષ્યમાં દારૂ વેચાણ ઘટી પણ શકે છે.

Read About Weather here

મધ્યપ્રદેશના આબકારી કાયદા 1915 હેઠળ પહેલી વાર દોષિત સાબિર થતાં 2 મહિના થી 10 વર્ષની સજા અને બીજી વાર દોષિત સાબિત થાય તો ઉમરકેદ ની સજાની જોગવાઈ હતી. બાદમાં તેમ સુધારો કરી ‘મધ્યપ્રદેશ આબકારી બિલ 2021’ હેઠળ સુધારા કરી બિલને મંજૂરી અપાઈ છે.(8.3)  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here