નાટક બંધ કરો

નાટક બંધ કરો
નાટક બંધ કરો

રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના વિકાસ માટે સારા કામો કરેલ તેને અભિનંદન આપતું વિપક્ષ
મનપાના જનરલ બોર્ડમાં ભાજપના નગર સેવકોએ ફૂડ શાખા પર ધોંસ બોલાવ્યો
વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં હાથ-પગ-માથા પર પાટા પીંડી બાંધીને પ્રવેશ કરી શાસકો સામે નવતર વિરોધ કર્યો હતો(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપનાં 14 અને વિપક્ષ કોંગ્રેસના 4 નગર સેવકના મળીને કુલ 40 પ્રશ્ર્નો ચર્ચામાં હતા. જનરલ બોર્ડમાં વિપક્ષી નેતાએ પાટા-પીંડી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વિપક્ષે બોર્ડમાં ‘રોડ-રસ્તા રિપેર કરો’ બેનર દેખાડી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. બેનર જપ્ત થતા વિપક્ષના તમામ સભ્યનો માર્શલ સાથે ઝપાઝપી ગઇ હતી જેથી માર્શલે સાગઠીયાની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

ભાનુબેન સોરાણી, કોમલબેન ભરાઇ અને વશરામભાઇ સાગઠીયાએ પાટા પીંડી બાંધીને ખાડા નગરી બનેલા રાજકોટની દશા-દર્શાવતા બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા રોડ-રસ્તાનાં પ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ તેમ કહ્યું હતું. પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ કહ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ કેમ તૂટી જાય છે? સ્વયંભુ શ્રીરામનાથ મહાદેવ મંદિરની આસપાસ ગંદકી જોવા મળી રહી છે.

શાસકો પ્રજાના પ્રશ્ર્નો સાંભળતા નથી. તમારા પ્રશ્ર્નો સાંભળો છો તેમ કહી આક્ષેપો કર્યા હતા. બોર્ડનાં અધ્યક્ષ મેયર ડો.પ્રદિપ ડવે કહ્યું હતું કે, રોડ-રસ્તાનાં કામો ચાલુ છે.સાગઠીયાએ વધુમાં કહ્યું હતું કે, ગેરંટીવાળા રોડ તૂટી ગયા છે

તો એજન્સી સામે શું પગલા લીધા? મેયર પ્રદિપ ડવએ કહ્યું હતું કે, રાજકોટનાં પ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ. વિપક્ષ નાટક બંધ કરે. વિપક્ષી નેતાની બેનર સાથે ટીંગાટોળી અટકાયત કરતા કરવામાં આવી હતી.

Read About Weather here

વોર્ડ નં.6નાં કોર્પોરેટર પરેશ પીપળીયાએ ફૂડ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરીને લઇને પ્રશ્ર્નો પુછયા હતા.મનપાના ફુડ શાખા દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં હોટલ, રેસ્ટોરન્ટ, પાણીપુરી સહિત 887 નમુના લેવામાં આવ્યાનું જણાવાયુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here