હું ભલો ને મારો મોબાઇલ ભલો…!!

હું ભલો ને મારો મોબાઇલ ભલો…!!
હું ભલો ને મારો મોબાઇલ ભલો…!!

રાજકોટ મહાનગર પાલીકાના જનરલ બોર્ડની બેઠક એટલે શહેરીજનોની સુખાકારી અને એમની સમસ્યાઓ અંગેની મહત્વની ચર્ચા કરવા માટેનો મંચ ગણાય. કેટલા લોક પ્રશ્ર્નો અણઉકેલ છે,

Visit Saurashtra Kranti Homepage here

કેટલી યોજનાઓ સાકાર થઇ, કેટલી બાકી તેની ઉંડી ચર્ચા કરીને ભાવી આયોજન કરવાનું હોય છે. પરંતુ આજે શનિવારે જનરલ બોર્ડની બેઠકમાં લોકપ્રશ્ર્નોની ગંભીરતાથી મેયર અને મ્યુ.કમિશનર ખુબ ઉંડાણ પૂર્વક ચર્ચા કરી રહયા હતા

ત્યારે એ સમયે લોકપ્રશ્ર્નો સાંભળવા અને રજૂઆતો કરવાને બદલે ઘણા બધા કોર્પોરેટર ભાઇઓ-બહેનોનું લોકોને લગતી ચર્ચામાં કોઇ ધ્યાન ન હતું. આ દ્રશ્યો જોઇને સ્તબ્ધ બની જવાયું છે.

મોટા ભાગનાં કોર્પોરેટર ભાઇઓ-બહેનો પોતપોતાનાં સ્માર્ટ મોબાઇલ ફોન કાઢીને તેમાંજ ખોવાઇ ગયેલા અને તલ્લીન થઇ ગયેલા કેમેરાની કીકીમાં ઝડપાઇ ગયા હતા. એક તરફ ઉચ્ચ પદાધિકારી અને અધિકારી લોક સમસ્યાની અને ભાવિ પ્રોજેકટની ચર્ચા કરી રહયા હતા

Read About Weather here

ત્યારે શહેરીજનો માટે નવા સુચનો કરવાની આ મોબાઇલ પ્રેમી લોકપ્રતિનિધિઓ પાસે ફુરસદ જ ન હતી!. આટલી મહત્વની બેઠકમાં આવું બેદરકારી ભર્યુ વર્તન ખુદ લોકપ્રતિનિધિ બતાવે એ બિલકુલ શોભાસ્પદ ન ગણાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here