નવા વર્ષના આર્થિક સર્વેક્ષણમાં સાડા આઠ ટકા વિકાસ દરની સંભાવના

નવા વર્ષના આર્થિક સર્વેક્ષણમાં સાડા આઠ ટકા વિકાસ દરની સંભાવના
નવા વર્ષના આર્થિક સર્વેક્ષણમાં સાડા આઠ ટકા વિકાસ દરની સંભાવના

નાણામંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કરેલા સર્વેક્ષણમાં ઉત્સાહી અંદાજ: સંસદના બન્ને ગૃહોની બેઠકનું આજે સમાપન, આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ થશે: 2020-21માં અર્થતંત્રમાં 6%ની ધારણા સામે 7.3% ના દરે વિકાસ થયો

કોરોના મહામારીથી ઉપરા ઉપર ફટકા પડયા છતાં 2021-22નાં આર્થીક સર્વેક્ષણમાં અર્થતંત્રનો ભાવિ વિકાસ દર આઠ થી સાડા આઠ ટકા રહેવાની ધારણા વ્યકત કરવામાં આવી છે. કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદના બજેટ સત્રના દિવસે લોકસભામાં આર્થીક સર્વેક્ષણ રજૂ કર્યો હતો. એ સાથે સંસદની બન્ને ગૃહોની કાર્યવાહી આજે પુરી થઇ હતી. આવતીકાલે બજેટ રજૂ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

આર્થીક સર્વેક્ષણમાં જીડીપીના 9.2%ની સરખામણીમાં આર્થીક વિકાસ દર આગામી નાણાકીય વર્ષ દરમ્યાન 8 થી 8.5% જેવો રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. અર્થતંત્રના અલગ-અલગ સેકટરની સ્થિતિ અને વિકાસ માટેના સુધારાના પગલાનો પણ સર્વેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અર્થતંત્રને ફરીથી જોરાવર અને નક્કર બનાવવાના પગલાનો સરકારે ખ્યાલ આપ્યો છે.

સંસદમાં સર્વે મુકાય એ પહેલા જ સરકારે દેશના નવા આર્થીક સલાહકાર તરીકે વી.અન્નત નાગેશ્ર્વરનની નિમણૂંક કરી હતી. એમના વડપણ હેઠળની ટીમ દ્વારા આર્થીક સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યું.

આર્થીક સર્વેક્ષણ અહેવાલ ઉમેરે છે કે, કોવિડ મહામારી પ્રસરી ગયા બાદ વિકાસદર 6 થી 6.5% રહેવાની ધારણા સામે 2020-21 દરમ્યાન અર્થતંત્રનો વિકાસ દર 7.3% જેવો નોંધપાત્ર રહયો છે. લોકડાઉન જેવા પગલા લેવાયા હોવાથી આર્થીક પ્રવૃતિઓને ખુબ જ પ્રતિકુળ અસર થઇ હતી.

Read About Weather here

જેમાંથી અર્થતંત્રને બહાર લાવવા માટે ભારત સરકાર અને રીઝર્વ બેંક દ્વારા ક્ષેણી બધ્ધ પગલા લેવામાં આવ્યા હતા. વર્તમાન નાણાકિય વર્ષ દરમ્યાન લગભગ 9%ના દરે અર્થતંત્ર ઝડપી વિકાસ કરે તેવી ધારણા રાખવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here