‘સબ કા સાથ, સબ કા વિકાસ’ થકી સરકાર સશકત ભારતનું નિર્માણ કરવા મક્કમ: રાષ્ટ્રપતિ

‘સબ કા સાથ, સબ કા વિકાસ’ થકી સરકાર સશકત ભારતનું નિર્માણ કરવા મક્કમ: રાષ્ટ્રપતિ
‘સબ કા સાથ, સબ કા વિકાસ’ થકી સરકાર સશકત ભારતનું નિર્માણ કરવા મક્કમ: રાષ્ટ્રપતિ

સંસદના બજેટ સત્ર પહેલા સંયુકત ક્ષત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ, સરકારની સિધ્ધીઓનો ખ્યાલ આપ્યો; કોરોના મહામારી સામેના જંગ, કિસાન કલ્યાણ, મહિલા સશકિતકરણ, ત્રણ તલાકના મુદ્ાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ
સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મીડિયા સાથે વાતચીત, બજેટ પર ખુલ્લા મને ચર્ચા કરવા અને દેશને નવી ઉંચાઇએ લઇ જવાની અપીલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદના સંયુકત સત્રના પરંપરાગત અભિભાષણમાં સરકારની સિધ્ધીઓ અને યોજનાઓનો સવિસ્તર ખ્યાલ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, સબ કા સાથ, સબ કા વિકાસના માર્ગે ચાલીને મારી સરકાર સશકત ભારતના નિર્માણ તરફ ચાલી રહી છે. કોરોના મહાકાળમાં સરકાર અને નાગરિકોની વચ્ચે પરસ્પર વિશ્ર્વાસ, સમન્વય અને સહયોગ જોવા મળ્યા એ લોકશાહીની તાકાતનું ઉદાહરણ છે. એ માટે હું પ્રત્યેક હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર તથા દેશવાસીઓને અભિનંદન આપું છું.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રપતિએ કોરોના સામેના જંગની સરકારની કામગીરીનો ખ્યાલ આપતા જણાવ્યું હતું કે, આપણે એક નહીં આઠ-આઠ વેક્સિનની શોધ કરી અને કોરોના સામેની લડાઇ લડી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં 150 કરોડથી પણ વધુ વેક્સિન ડોઝ આપવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ અભિયાનની સફળતાએ નાગરિકોને સુરક્ષા કવચ આપ્યું છે. તેના પગલે તેમનું મનોબળ પણ વધ્યું છે. આ મહિને વેક્સિન કાર્યક્રમમાં 15 વર્ષથી વધુ વયના તરૂણ અને તરૂણીઓને પણ વેક્સિન અપાઇ રહી છે. પ્રીકોસન ડોઝ પણ અપાઇ રહયા છે. ભારતમાં બનેલી વેક્સિન વિશ્ર્વમાં પણ કામ કરી રહી છે. મોદી સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.

રાષ્ટ્રપતિએ એમના અભિભાષણમાં ખેડૂત કલ્યાણના પગલા, મહિલા સશક્તિ કરણની યોજનાઓ અને ત્રણ તલાકના મુદ્ાને પણ સ્પર્શ કર્યો હતો. છોકરીઓની લગ્નની વય વધારવાના પગલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હું દેશના એ લાખો નામી અનામી આઝાદી લડવૈયાઓને નમન કરૂ છું. જેમણે પોતાના કર્તવ્યોને સર્વોચ્ચ પ્રાથમીકતા આપી અને ભારતને તેના અધિકાર અપાવ્યા.

સરકારની કલ્યાણકારી યોજનાઓનો વિગતવાર ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરકારે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની વધુ સારી તકો પુરી પાડવાના સંખ્યાબંધ પગલા લીધા છે. નાના અને શ્રીમાત ખેડૂતોના ઉત્કર્ષ પર સરકારે ધ્યાન આપ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિનો અત્યાર સુધીમાં 11 કરોડ પરિવારો લાભ લઇ ચુકયા છે. મહિલા સશક્તિ કરણ માટે સરકારે ઉજવલા યોજના અને મુદ્રા યોજના અમલમાં મુકી છે. જેના થકી મહિલાઓને એમની કુશળતા બહાર લાવવાની તક મળી છે.

બેટી બચાવો અને બેટી બઢાવોના પરિણામો ખુબ જ વિધયક રહયા છે. ગરીબ કલ્યાણ યોજનાઓનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, કોઇ નાગરિક ભુખ્ય ઘરે પાછો ન ફરે એ માટે ગરીબોને દર મહિને સરકારે ફ્રીમાં અનાજ આપ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના થકી વિશ્ર્વનો સૌથી મોટો અને વિશાળ અન્નવિતરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહયો છે. ગરીબો માટે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના ચાલી રહી છે. ગરીબોને સસ્તા ભાવે દવાઓ મળી રહી છે.

એટલુ નહીં મારી સરકારે પીએમ સ્વનીધિ યોજના થકી રસ્તા પર ફરીને ધંધો કરતા ફેરીયાઓને લાભ આપ્યો છે. આવા 28 લાખ ફેરીયા અને રેકડીવાળા નાના ધંધાર્થીઓને રૂ.2900 કરોડની સહાય આપવામાં આવી છે. હવે આ નાના ફેરીયાઓને સરકાર કંપનીઓ સાથે ઓનલાઇન જોડી રહી છે. તેમણે સરકારની જનધન, આધાર, મોબાઇલ કનેકશન યોજના, નાગરિક સશક્તિ કરણ યોજનાઓની પ્રસંશા કરી હતી.

Read About Weather here

તેમણે જણાવ્યું હતું કે, મહિલા કેડેટોનો પ્રથમ જથ્થો આ વર્ષે જ પુણેની નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવી ચુકયો છે. દેશની દિકરીઓની તાલીમ ક્ષમતા વધારવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખાસ ફંડ ઉભુ કરવામાં આવ્યું છે. હવે દેશની તમામ 33 શૈનીક સ્કુલોમાં ક્ધયાઓને પણ પ્રવેશ આપવામાં આવી રહયો છે એ ખુબ જ ગૌરવની વાત છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here