નવા કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધ: ઠેર-ઠેર દેખાવો, ધરણા

નવા કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધ: ઠેર-ઠેર દેખાવો, ધરણા
નવા કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધ: ઠેર-ઠેર દેખાવો, ધરણા

ગુજરાતમાં ડઝન બંધ ખેડૂતોની અટકાયત, બિહારમાં રાજદ કાર્યકરો રસ્તા પર: કેન્દ્રીય કૃષી મંત્રીનો વાટાધાટોનો પ્રસ્તાવ ફગાવતા કિસાનો
દિલ્હી, યુ.પી., પંજાબ, હરિયાણામાં રેલવે અને માર્ગ વ્યવહારને ગંભીર અસર: તમામ આવશ્યક સેવાઓ ચાલુ, આંધ્ર, તમિલનાડુ, કેરળની સરકારોનો ટેકો: ગુજરાતમાં તમામ કિસાન સંગઠનોનું બંધનાં એલાનને સમર્થન

ઠેર-ઠેર માર્ગ પર ધરણા અને ઉગ્ર દેખાતો સાથે રસ્તા રોક, રેલવે પાટાઓ પર ધરણા અને ઉગ્ર વિરોધનાં વાતાવરણમાં કિસાનોનાં ભારત બંધનો પ્રારંભ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા કૃષિ કાયદાનાં વિરોધમાં ચાલી રહેલા અવિરત આંદોલનને આજે 1 વર્ષ પૂરું થયું હોવાથી સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

જેના પરિણામે યુ.પી, દિલ્હી, હરિયાણા, પંજાબમાં રેલવે અને માર્ગ વ્યવહારને ગંભીર અસર થઇ છે. એક ઠેકાણે કિસાનોએ રેલવે પાટા પર બેસી ધરણા શરૂ કરતા ટ્રેનો રદ કરવી પડી છે.

આંદોલન કારોએ હરિયાણામાં 25 હાઈ-વે જામ કરી દીધા છે. યુ.પી અને દિલ્હી વચ્ચેનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

સંયુક્ત કિસાન મોરચાના બંધનાં આંદોલનને ગુજરાતનાં કિસાન સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે. ગુજરાતમાં કિસાન સંગઠનનાં નેજા હેઠળ ઠેર-ઠેર દેખાવો થઇ રહ્યા છે.

આંધ્ર, કેરળ અને પંજાબની સરકારોએ વિધિવત કિસાન આંદોલનને ટેકો આપ્યો છે. બિહારમાં વિપક્ષ રાજ્યદળએ પણ બંધમાં જોડાવાનું એલાન કર્યું છે.

વિધાનસભા વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવે બંધને ટેકો જાહેર કર્યો છે. તમિલનાડુ સરકારે પણ બંધને ટેકો જાહેર કર્યો છે. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલો ભારત બંધ સાંજે 4 વાગ્યે પરીપૂર્ણ થશે.

બંધનાં એલાનને કોંગ્રેસ વિરોધનાં અનેક પક્ષોએ ટેકો આપ્યો છે. સપા, બસપા, અકાલીદળ,આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષો, મમતા બેનર્જીની ટી.એમ.સી પાર્ટી વગેરે ટેકો જાહેર કર્યો છે.

કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ઠેરઠેર અર્ધલશ્કરી દળો અને રેપીડએક્શન ફોર્સનો જંગી કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સવારથી પંજાબમાં ભટીંડા અને મુક્તસર હાઈ-વે ઠપ્પ કરી દેવામાં આવ્યો છે.

ચંદીગઢ, ભીસાર નેશનલ હાઈ-વે પર સેંકડો કિસાનો ઉમટી પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. આંદોલન કાર્યોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઈ-વે પણ ઠપ્પ કરી દીધો છે.

અનેક સ્થળે અંદોલન કાર્યો રેલવે પાટા પર બેસી ગયા છે અને આંદોલન કરી રહ્યા છે. તમામ ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહી છે. બંધમાંથી એ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીતસીંઘ ચન્નીએ બંધને ટેકો જાહેર કર્યો છે. કિસાન નેતા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, અમે નવા કૃષિ કાયદા સામે 1 વર્ષથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

અને બીજા 10 વર્ષો સુધી આંદોલન ચાલુ રાખશું. પણ કાળા કાયદાનો અમલ થવા દેશું નહીં. સંયુક્ત કિસાન આંદોલનને સમર્થન આપવા તમામ દેશવાસીઓને અપીલ કરી હતી.

Read About Weather here

તેમણે તમામ કામદાર અને વેપારી સંગઠનો, વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓને ખેડૂતોનાં હિતમાં બંધને સફળ બનાવવા વિનંતી કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here