નવસારી પાસે ઉતારૂ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

કાલથી ઈન્ટરસિટી સહિતની 10 ટ્રેનો રદ્દ
કાલથી ઈન્ટરસિટી સહિતની 10 ટ્રેનો રદ્દ

પાટ્ટા પરથી લોખંડની એંગલ સમયસર મળી આવતા દુર્ઘટના ટળી: રેલવે દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસનો પ્રારંભ, ભાંગફોડ છે કે કેમ? એ સ્પષ્ટ નથી

નવસારી પાસે આજે સવારે પેસેન્જર ટ્રેન દુર્ઘટનામાંથી ચમકારીત રીતે ઉગરી ગઇ હતી અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નાકામ રહયો હતો. નવસારી પાસે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનના ફાટક નજીક રેલવેના પાટ્ટા પર એક લોખંડી એંગલ મુકી દેવાઇ હતી જેની સમયસર જાણ થઇ જતા તાત્કાલીક સ્ટેશન માસટરને જાણ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આવો સંદેશો મળતા ચોકી ઉઠેલા રેલવે સ્ટેશન માસ્ટરે નવસારી સ્ટેશન પર તમામ ટ્રેનો અટકાવી દીધી હતી રેલવેના પાટ્ટા પર કોણે કયાં હેતુથી લોખંડી એંગલ મુકી દીધી, આ કોઇ ભાંગફોડ કે આતંકવાદી કાવતરૂ હતુ કે કેમ એ અંગે ઉંડી તપાસ રેલવેના અધિકારીઓ ચલાવી રહયા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ રેલવે અધિકારીઓ નવસારી દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

આ ઘટના અંગે વલસાડ પોલીસમાં ગુન્હો દાખલ  કરવામાં આવ્યો છે. પોલીસે પણ ઘટનાની તપાસ હાથ ધરી છે. રેલવે મુસાફરી દ્રષ્ટિએ આ રૂટ ખુબ જ મહત્વનો છે. ઉત્તર અને દક્ષિણ ભારત તથા મધ્યપ્રદેશ તરફ જતી ડઝન બંધ ટ્રેન નવસારી રેલવે ટ્રેક પરથી પસાર થતી હોય છે.

નવસારી રેલવે સ્ટેશનથી થોડે જ દુર આવેલા ગાંધી સ્મૃતિ રેલવે ફાટક પાસે જ રેલવેના પાટ્ટા પર લોખંડની એંગલ મુકવામાં આવી હતી. જો સમયસર ધ્યાન પડયું ન હોત તો ગંભીર, અજુગતી ઘટના બની ગઇ હોત.

Read About Weather here

પણ ફાટક પાસેથી પસાર થતા કોઇ જાગૃત નાગરીકે તાત્કાલીક રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરતા નવસારી ખાતે ન ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. બાદમાં પાટ્ટા પરથી એંગલ હટાવી તપાસ કરીને રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here