ધોરાજીમાં જુગારની રેડમાં આરોપીને છોડાવવા પોલીસ પર હુમલો

ધોરાજીમાં જુગારની રેડમાં આરોપીને છોડાવવા પોલીસ પર હુમલો
ધોરાજીમાં જુગારની રેડમાં આરોપીને છોડાવવા પોલીસ પર હુમલો

જુગારના દરોડા દરમિયાન પોલીસ ટીમ ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી ખૂનની ધમકી આપી: ફરજમાં રૂકાવનો ગુનો નોંધાયો
ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી.

જયારે આરોપીને છોડાવવા તેના પરિવારજનોએ પોલીસ ઉપર હુમલો કરી પીએસઆઈના કપડા ફાડી નાખ્યા હતા આ અંગે પોલીસે મહિલા સહિત ત્રણ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળતી વિગત મુજબ ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં વલ્લભ રામજીભાઈ સોદરવાના રહેણાક મકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એ.એન.ગાંગણા સહિતના સ્ટાફે દરોડો પાડી આરોપીઓને ઝડપી લઈ જતા હતા

ત્યારે આરોપી ધવલ રવજીભાઈ ભાષા, હીરેન રવજીભાઈ ભાષા અને રવજીભાઈની પત્નીએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી હુમલો કર્યો હતો જેમાં પીએસઆઈને વિખોળીયા ભરી તેનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું તથા રવિરાજસિંહને કાફલો પકડી જપાજપી કરી આરોપી હીરેન ભાસ્કરને છોડાવવાનો પ્રયત્ન કરી ખૂનની ધમકી આપી હતી.

Read About Weather here

આ અંગે પીએસઆઈ એ.એન.ગાંગણાની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણેય સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પી.આઈ. એચ.એ જાડેજાએ તપાસ હાથ ધરી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here