દેશભરમાં કંગના રાણાવતનો પદ્મશ્રી એવોર્ડ પાછો લેવા ચોમેર માંગણી

દેશભરમાં કંગના રાણાવતનો પદ્મશ્રી એવોર્ડ પાછો લેવા ચોમેર માંગણી
દેશભરમાં કંગના રાણાવતનો પદ્મશ્રી એવોર્ડ પાછો લેવા ચોમેર માંગણી

1947 માં મળેલી આઝાદી ભીખ ગણાવી કંગનાએ આઝાદી વીરોનું અપમાન કર્યાનો મત: દિલ્હી મહિલા પંચે અભિનેત્રી સામે દેશદ્રોહનો કેસ કરવા માંગણી કરી: રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી પગલા લેવા અનુરોધ

દેશને 1947 માં મળેલી આઝાદી તો ભીખ હતી, સાચી આઝાદી 2014માં મળી છે. એવા વિવાદા સ્પદ વિધાનો કરનાર અભિનેત્રી કંગના રાણાવત સામે દેશભરમાં વિરોધનો જ્વાળામુખી ફાટી પડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો, ખૂદ ભાજપનાં નેતાઓ અને મહિલા પંચોએ કંગનાને આપેલો રાષ્ટ્રીય પદ્મશ્રી એવોર્ડ તત્કાલ પાછો લઇ લેવા જોરદાર માંગણી કરી છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુધી લાગણી પહોંચાડવામાં આવી છે.

દિલ્હી મહિલા પંચનાં ચેર પર્સન સ્વાતી માલીવાલે કંગનાનો એવોર્ડ પાછો લઇ લેવા રાષ્ટ્રપતિને પત્ર પાઠવી અનુરોધ કર્યો છે. એટલું જ નહીં આવા વિધાનો બદલ અભિનેત્રી સામે રાષ્ટ્રભવનની કલમ મુજબ કામ ચલાવવા પર માંગણી કરી છે.

રાષ્ટ્રપતિ પરનાં પત્રમાં માલીવાલે દર્શાવ્યું છે કે, કંગનાને સંડોવતી આ કોઈ એક માત્ર ઘટના નથી. આ મહિલા માનસિક રીતે વિચલિત દેખાય છે. આપણા દેશના વિવિધ વર્ગનાં લોકો સામે હંમેશા ઝેર ઓકતી રહે છે અને ખરાબ ભાષા વાપરતી રહે છે.

રાષ્ટ્રપતિએ આ મહિલાનાં વિધાનોની તાત્કાલિક નોંધ લેવી જોઈએ. આવા વિધાનો કરીને કંગનાએ આપણા મહાન આઝાદી વીરો મહાત્મા ગાંધીજી, ભગતસીંઘ તથા અન્ય લાખો નામી અનામી આઝાદી સેનાનીઓનું અપમાન કર્યું છે

અને એમના પ્રતિ દ્વેશ વ્યક્ત કર્યો છે.કંગનાને એ ખબર નથી કે લાખો લોકોની કુરબાની બાદ બ્રિટીશરો ની ગુલામીની ચુંગાલમાંથી આપણે આઝાદ થયા હતા.

1857 નો બળવો ખિલાફત ચળવળ, ભારત છોડો ચળવળ અને દાંડીયાત્રા એ તમામ આઝાદી જંગનાં સોનેરી પ્રકરણ છે. એ તમામને હલકા ચીતરીને કંગનાએ એમનું અપમાન કર્યું છે.

તેના આ વિધાનો અવિચારી અને સંવેદના વગરનાં છે. આપણે જલિયાવાલા બાગને કઈ રીતે ભૂલી શકી. દરમ્યાન યુવા કોંગ્રેસ દ્વારા કંગનાને ડહાપણ આવે એ રીતે હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Read About Weather here

રાષ્ટ્રીય પક્ષોએ પણ કંગનાનાં વિધાનો વખોડી કાઢ્યા છે. ગાંધી અને ભગતસીંઘની આઝાદી લડાઈને મઝાક માનતી આ મહિલાને પુરષ્કાર નહીં પણ ઈલાજની જરૂર છે. એવી ટકોર તમામ વર્ગમાંથી થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here