દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વાસ્તવિકતા છે: મુખ્ય ન્યાયમૂર્તિ

દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વાસ્તવિકતા છે: મુખ્ય ન્યાયમૂર્તિ
દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વાસ્તવિકતા છે: મુખ્ય ન્યાયમૂર્તિ

આર્થિક આઝાદી વિના ખરી આઝાદી મળી ન શકે, એન.વી.રમણાનો મત: કલ્યાણકારી યોજનાઓ ધાર્યા મુજબ અને પ્રમાણમાં જરૂરતમંદો સુધી પહોંચતી નથી
ગરીબી દૂર કરવાના પગલા લેવા જ પડશે, દેશનાં મુખ્ય ન્યાયમૂર્તિનો મત

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે દેશમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ એ વાસ્તવિકતા છે. ગરીબી નાબુદી કરવા માટે કામ થાય એ અત્યંત જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ પર યોજાયેલા એક ખાસ કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં બોલતા દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ લાગણી વ્યક્ત કરી હતી

કે,આપણે એક સમાજ કલ્યાણ વ્યવસ્થાનો હિસ્સો હોવા છતાં ધાર્યા મુજબ અને પ્રમાણમાં જરૂરિયાત મંદો સુધી ફાયદાઓ પહોંચી રહ્યા નથી. સન્માનભેર જીવન પસાર કરવાની લોકોની અપેક્ષા આડે અનેક વિઘ્નો છે. એમાંનો એક મોટો પડકાર ગરીબી છે.

મુખ્ય ન્યાયમૂર્તિએ ગરીબીની સમાજ અને દેશના વિકાસ પર અસર અંગે નેહરૂજીનું વિખ્યાત વાક્ય ટાંક્યું હતું. જેમાં નહેરુજી એ જણાવ્યું હતું કે, આર્થિક આઝાદી વિના આપણને સાચી આઝાદી મળી શકે નહીં. એક ભૂખ્યા માણસને એ આઝાદ નાગરિક છે એવું કહેવું એ તેની મશ્કરી કરવા સમાન છે.

એન.વી.રમણાએ એ હકીકતની યાદ અપાવી હતી કે આઝાદી સંગ્રામ માટેનો આપણો મૂળભૂત હેતુ દરેક નાગરિકનાં સન્માન અને સ્વમાની જીંદગી અંગેનો હતો. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટીશ શાસનનો અભિગમ એવો રહ્યો હતો કે ગરીબી એક કમનશીબી છે

અને કાયદો તેમાં કોઈ જવાબદારી બજાવી શકે નહીં.તેમણે ઉમેર્યું હતું કે, સ્વતંત્ર, નિષ્પક્ષઅને મજબુત જિલ્લા ન્યાયતંત્ર વ્યવસ્થા એ સમગ્ર પણે તંદુરસ્ત ન્યાયતંત્ર માટેનું આવશ્યક માપદંડ છે.

કોઈ મહિલા મુશ્કેલીમાં હોય, બાળકને મદદની જરૂર હોય અને કોઈની ગેરકાયદે અટકાયત થઇ હોય તો તરત સ્થાનિક અદાલતનો સંપર્ક કરે છે. જરૂરીયાત મંદોને ઝડપથી ન્યાય મળે અને સમયસર મદદ પહોંચે તો જ ન્યાયતંત્ર તંદુરસ્ત અને કામયાબ બની શકાય.

Read About Weather here

એ માટે સુઘડો વસ્ત્રો પહેરેલા, ફટાફટ ઝડપી દલીલો કરતા વકીલો અને આધુનિક ઈમારતો કરતા આજે અરજદારને એમની યાત્રાનો જલ્દી અંત આવે તેની વધુ અપેક્ષા હોય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here