દરેક વ્યક્તિને મરજી મુજબનો ધર્મ અનુસરવાનો અધિકાર: વૈંકૈયા નાયડુ

દરેક વ્યક્તિને મરજી મુજબનો ધર્મ અનુસરવાનો અધિકાર: વૈંકૈયા નાયડુ
દરેક વ્યક્તિને મરજી મુજબનો ધર્મ અનુસરવાનો અધિકાર: વૈંકૈયા નાયડુ

ભડકાઉ ભાષણો સામે રોષ દર્શાવતા ઉપરાષ્ટ્રપતિ
તિરસ્કારથી ભર્યા ભાષણો અને લખાણ દેશની સંસ્કૃતિ, પરંપરા અને વારસાની વિરૂધ્ધ : તમે કોઈપણ ધર્મને અનુસરો પણ અન્યનો તિરસ્કાર ન કરો, ભારતીય મુલ્યોનું જતન કરો

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ તિરસ્કાર ભર્યા ભડકાઉ ભાષણોને દેશની સંસ્કૃતિ અને પરંપરાની વિરૂધ્ધ ગણાવતા આવા ભાષણો પ્રતિ સખ્ત અણગમો વ્યક્ત કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ જણાવ્યું હતું કે,

Visit Saurashtra Kranti Homepage here

ભડકાઉ દ્વેશ યુક્ત ભાષણો દેશની સંસ્કૃતિ, પરંપરા, વારસો, બંધારણીય અધિકારીઓ અને મુલ્યોની વિરુધ્ધ છે. દરેક વ્યક્તિને તેના ધર્મ કે આસ્થાનું અનુસરણ કરવાનો અને તેનો ઉપદેશ આપવાનો અધિકાર છે.

ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ સલાહ આપી હતી કે, તમે તમારા ધર્મને અનુસરો પણ અન્યો વિરૂધ્ધ તિરસ્કાર અને દ્વેશની ભાષા ન વાપરો અને એવા લખાણોથી દૂર રહો. અન્ય ધર્મો પ્રતિ નિંદાત્મક વલણ રાખવાથી સામાજીક કુસંપનું સર્જન થાય છે.

કેરાલાનાં કોટાયમ ખાતે એક વિખ્યાત સંત કુર્યાકોશ ઉર્ફે ચવેરાની 150 મી પુણ્યતિથીનાં સમારંભમાં બોલતા વૈંકૈયા નાયડુએ નિંદાત્મક ભાષણો અને લખાણો પ્રતિ સખ્ત અસંમતિ વ્યક્ત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિએ સંતનાં ઉપદેશને યાદ કરતા જણાવ્યું હતું કે, 19 મી સદીમાં થઇ ગયેલા કેથોલીક પાદરી સંત પૂર્યાકોશે શાંતિમય માનવીય સંબંધો એકદમ પવિત્ર હોવાની અને સૌથી મહત્વનાં હોવાની સોનેરી શીખ આપી હતી. આજે દરેક સમાજને આવા સંતની જરૂર છે.

જે તમામ વર્ગો જાતિ-જ્ઞાતિને સામાજીક અને સાંસ્કૃતિક રીતે જોડી દે એવી મનોદ્રષ્ટિ ધરવતા ઉંચા વ્યક્તિત્વની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, સેવા અને આપ-લે ની ભાવના ભારતીય જનજીવન સાથે સદીઓથી વણાયેલા સંસ્કારો છે.

જેનું ચુસ્તપણે અનુસરણ કરવાની જરૂર છે. ભારતે જ વિશ્વને વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપ્યો છે. એ ભાવનાને લઈને આપણે આગળ વધવાનું છે.

Read About Weather here

ખ્રિસ્તી સંતની સામાજીક સેવા એ સમયે કોઈ એક કોમ પુરતી સીમિત ન હતી. ખુલ્લા મને એમણે સમગ્ર સમાજ અને જ્ઞાતિઓની સેવા કરી સામાજીક સુધારક તરીકે વિખ્યાત થયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here