તાપી નદીમાંથી માતા અને 2 વર્ષની પુત્રીની બાંધેલી લાશ મળી

તાપી નદીમાંથી માતા અને 2 વર્ષની પુત્રીની બાંધેલી લાશ મળી
તાપી નદીમાંથી માતા અને 2 વર્ષની પુત્રીની બાંધેલી લાશ મળી
કોઈક રાહદારીની નજર પડતા પોલીસને જાણ કરાઈ હતી. સુરતમાં મધર્સ ડેના દિવસે દયાળજી બાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. દરમિયાન માતા પુત્રીને લઈને જતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મૃતક માતા દિપાલી સાગર દૈવે અને બે વર્ષીય પુત્રી ક્રિશાની ઓળખ થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. પિયર પક્ષે જણાવ્યું હતું કે, પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

મૃતક માતા અને પુત્રીની ફાઈલ તસવીર.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ ગત તારીખ 07-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીની ખોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી નદીમાંથી બંનેની લાશ કાઢી રાંદેર પોલીસે કબજે કરી હતી. પરિવારજનોને માહિતી મળતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.મૃતકના પતિ સાગર દૈવે ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.

એક દિવસ બાદ મૃતક માતા-પુત્રીની ઓળખ થતાં પરિવાર દોડી આવ્યું.

Read About Weather here

પત્ની દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા માતા-પિતા સાથે રહેતા હતા. સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાના વતની છે. દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ થતો રહેતો હોવાની ચર્ચા ચાલી રહી છે. પતિના પરિવારના સભ્યો સાથે દિપાલી ખુશ ન હોય તેવું જણાઈ.મૃતક દિપાલીના ભાઇ પુનિત સોનાવણેએ જણાવ્યું હતું કે હતું કે મારી બેનના પારિવારિક ઝઘડા થતા હતા. તેઓની સાસુ અને નણંદના કારણે પારિવારિક ઝઘડા થતા હતા. પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે. મારી બેન ઘણા સમયથી ઉદાસ રહેતી હતી. તે પારિવારિક જીવનમાં ખુશ ન હોય તેવો મને અનુભવ થતો હતો.મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનુ ફોરેન્સીક વિભાગ દ્વારા પોસ્મમોર્ટમ કરવામાં આવ્યું હતું. બન્નેના શરીર પર કોઈ ઈજાના નીશાન મળી આવ્યા ન હતા. બન્નેના સેમ્પલ લઈ ફોરેન્સીક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.તેમજ બન્નેના મોત ડૂબી જવાના કારણે થયા હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here