‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ

ઉનાળુ પાક ધોવાતા ખેડૂતો બેહાલ: કેળા, કેરી સહિતના પાકને ભારે નુકશાની: અનેક ગામોમાં

તાઉ-તે વાવાઝોડા દરમિયાન તિવ્ર ગતિએ ફૂંકાયેલા પવન અને વરસાદનાં કારણે ઠેર-ઠેર વિજળીનાં થાંભલા પડી ગયા. અનેક માર્ગોને વ્યાપક નુકશાની થયાનું જાણવા મળ્યું છે. ખેડૂતોની માઠી બેઠી હોય તેમ ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી ગયો છે. એટલું જ નહીં ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. તાઉ-તે વાવાઝોડાથી કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. તંત્ર દ્વારા હજી સતાવાર કેટલું નુકશાન થયું તે જાહેર કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

રાજ્યનાં અનેક શહેરો-ગામડાઓમાં ભારે પવન અને વરસાદથી વિજપોળ, કાચા મકાન, સોલાર પેનલ, પાણીના ટાંકા તેમજ વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદથી અનેક રોડ-રસ્તાઓ પર મસમોટા ખાડા પડવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. તાઉ-તે વાવાઝોડા પૂર્વે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત રાજ્યનાં કલેક્ટરો સાથે સંપર્કમાં રહી પરિસ્થિતિને પહોંચી વળવા સતત માર્ગદર્શન આપતા રહ્યા. તંત્ર દ્વારા લેવાયેલા પગલાથી મોટી ખાના ખરાબી થઇ ન હતી. સરકાર દ્વારા લેવાયેલા પગલાઓથી મોટી જાનહાની ટળી હતી. મોટું નુકશાન થતું અટક્યું હતું.

‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા
ગીર સોમનાથમાં નારિયેળ બગીચામાં ભારે નુકશાન
‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા
કોડીનારમાં 200 વીજપોલ ધરાશાયી

Read About Weather here

‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા
બોટાદમાં ધરાશાયી વૃક્ષોને હટાવતા પોલીસના જવાનો
‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા
માણાવદર: 3 કેબીનનો કચ્ચરધાણ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here