તબિબોની અટકાયત : પડતર પ્રશ્નો અને માંગણી અંગે રજૂઆત

કલેકટર કચેરી ખાતે

હડતાલ સ્થગિત: ૩૧ મી એ મીટીંગ બાદ યોગ્ય નિવારણ નહીં આવે તો પેલી જુનથી હડતાલ ઉપર ઉતરવા તબિબોની ચિમકી

Video Link here

ગુજરાત ભરમાં છેલ્લા ૧૬ વર્ષથી ઇન-સર્વિસ તબિબોની માંગણી પૂર્ણ નહીં થતા ચાલી રહેલી ચોક્કસ મુદતની હડતાલ તથા એસોસિએશનનાં હોદેદારોનાં પ્રતિ નિયુકતનાં આદેશો રદ થાય તે અંગે કલેકટર કચેરીએ રજૂઆત કરવા અને આવેદન પત્ર આપવા ગયેલા ૩૫ જેટલા તબિબોની પોલીસે અટકાયત કરી છે.

Subscribe Saurashtra Kranti here

ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં ઇન-સર્વિસ તબિબો દ્વારા ૨૦૧૩ થી ચાલી રહેલી રજૂઆતનાં પગલે વર્ગ-૧, વર્ગ-૨ નાં તબીબો દ્વારા સરકારને રજૂઆત કરવા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવા નિર્ણય લેવાયા બાદ ગઈકાલે ગુજરાતનાં અન્ય શહેરમાં તબીબો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં ઇન-સર્વિસ તબિબો ૩૫ થી વધુ ભેગા થઇ ગઈકાલે ડી.ડી ઓને રજૂઆત કરી બાદમાં કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હોવાનું જણાવી તબીબોની અટકાયત કરી હતી.

રાજકોટ શહેરમાં રાજકીય મેવાડા, સભા, સરઘસ, જનભેદની એકડી કરવી જેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે પોલીસ કેમ મૂક પ્રેક્ષક તરીકે નિહાળી રહી છે અને તબીબો જયારે હોસ્પિટલમાં એક તબિબ ૨૫ થી ૩૦ દર્દીને સારવાર કરતા હોય ત્યારે અને તબીબો પર ટોળા હુમલા કરી ત્યારે કેમ પોલીસને કોરોના ગાઈડ લાઈનનો ભંગ દેખાતો નથી. આ બાબતે તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read About Weather here

એસોસિએશનનાં હોદેદારોનાં પ્રતિનિયુક્તિનાં આદેશો રદ થાય તથા સુધી ઇન-સર્વિસ તબીબોની ચોક્કસ મુદતની હડતાલ અંગે રજૂઆત કરવા ગયેલા તબીબોની અટકાયત  કરવામાં આવતી તબીબોએ મીડિયાને જણાવ્યું હતું કે હાલ હડતાલ સ્થગિત કરાઈ છે. તા.૩૧ મી એ મીટીંગ છે. મીટીંગ બાદનો કોઈ યોગ્ય નિર્ણય સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આગામી તા.૧ લી જૂન થી હડતાલ ફરી શરુ કરવામાં આવશે. તેવું જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here