ઢોલ વગાડી વેરા વસુલતું મનપા તંત્ર મોન્સુન કામગીરીમાં નિષ્ફળ કેમ?

ઢોલ વગાડી વેરા વસુલતું મનપા તંત્ર મોન્સુન કામગીરીમાં નિષ્ફળ કેમ?
ઢોલ વગાડી વેરા વસુલતું મનપા તંત્ર મોન્સુન કામગીરીમાં નિષ્ફળ કેમ?
રાજકોટ શહેરમાં 10-11 ઈંચ જેવા ભારે વરસાદ સમયે મોટાભાગના માર્ગો જળબંબોળ બની ગયા અને અસંખ્ય નગરજનોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હોવાની થોકબંધ ફરિયાદો ઉઠતા જ ગઈકાલે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપીને મહાપાલિકાના શાસકોની લાપરવાહી અને અણધડ પ્રિ-મોન્સુન કામગીરીને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી તથા અન્ય આગેવાનો સંજયભાઈ અજુડીયા, ભાનુબેન સોરાણી, ડો.હેમાંગભાઈ વસાવડા, મહેશભાઈ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, નરેન્દ્રભાઈ સોલંકી, નિદતભાઈ બારોટ, અતુલભાઈ રાજાણી, રાજદીપસિંહ જાડેજા અને મુકેશભાઈ ચાવડા ઉપરાંત કોંગી કાર્યકરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, નાગરિકોને સુવિધાઓ આપવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની ઘોર નિષ્ફળતાના પાપે ચોમાસાની શરૂઆતના પ્રથમ સઘન વરસાદમાં જ શહેર પાણીમાં ગરકાવ થયું હોવાથી હવે જાગીને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માંગણી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.1/4/2022 થી પ્રિ-મોન્સુન કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે તેમજ આ પ્રિ-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે.આમ છતાં ચોમાસાની શરૂઆતમાં જ ફક્ત 10-11 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં શહેરના 1 થી 18 વોર્ડમાં લોકોના ઘરમાં પાણી ભરાયા અને ઘણા જાનમાલને નુકશાન થયું છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે.

તે અંગે મનપાના તંત્રએ શું કામગીરી કરી છે? જયારે રાજકોટની જનતા પાસે ટેક્સના નાણાં વસુલ કરવા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય તેમજ ઢોલ નગારા વગાડી કરવેરા વસુલ કરવામાં અગ્રેસર રહેતું મનપાનું તંત્ર મોન્સુન કામગીરીમાં કેમ નિષ્ફળ નીવડે છે ? જેનો જવાબ આજે જનતા માંગે છે અને કરદાતાઓ હાલ રાજકોટ મહાનગરપાલિકાના નિંદ્રાધીન નિષ્ફળ તંત્રની લાપરવાહી તેમજ પ્રિ-મોન્સુન તથા ડયુરીંગ મોન્સુન એક્શન પ્લાનના અણઘડ આયોજનનો ભોગ બની લાચાર બન્યા છે. હવે મનપાનું તંત્ર સફાળું જાગે અને યુદ્ધના ધોરણે તમામ કામગીરી કરવામાં આવે તેવી સમગ્ર શહેરના નાગરિકો વતી વિનંતીભરી માંગ કરીએ છીએ. તેમ કોંગ્રેસના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું.

Read About Weather here

અંતમાં તેઓએ કહ્યું કે, જો બંધારણીય ફરજ નિભાવવામાં રાજકોટ મહાનગરપાલિકાનું સરકારી તંત્ર નિષ્ફળ જતું હોય તો વિના સંકોચે શહેર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરોના કોઈપણ વોર્ડમાં મદદ માંગી શકો છો અને જે બજાવવામાં કોંગ્રેસનો સૈનિક કદાપી નિષ્ફળ નહીં જાય તેની ખાતરી આપીએ છીએ. તેમ આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here