સદ્ગુરૂ આશ્રમે ગુરૂપૂર્ણિમાની ઉજવણી: વહેલી સવારથી ભાવિકોનો મહેરામણ

સદ્ગુરૂ આશ્રમે ગુરૂપૂર્ણિમાની ઉજવણી: વહેલી સવારથી ભાવિકોનો મહેરામણ
સદ્ગુરૂ આશ્રમે ગુરૂપૂર્ણિમાની ઉજવણી: વહેલી સવારથી ભાવિકોનો મહેરામણ
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી દર વર્ષની જેમ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) શ્રી સદ્ગુરૂ આશ્રમ રોડ , રાજકોટમાં આજે શ્રી ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવવામાં કરવામાં આવી રહી છે. પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના દર્શન ઝાંખી માટે રાત્રિના 11:30 વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના ચરણ પાદુકાના દર્શન રાત્રીના 11:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ સમય દરમ્યાન ભાવિકો પરમ પૂજય શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના ચરણ પાદુકાના દર્શનનો લાભ લઈ શકશે. કોરોનાના બે વર્ષ બાદ રાજકોટના સદ્ગુરૂઆશ્રમમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉમંગભેર ઉજવણી થઇ રહી છે. પરમ પૂજય શ્રી સદ્ગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુના દર્શન ઝાંખી માટે આજે વહેલી સવારથી ગુરૂ ભાઇ-બહેનોની કતારો લાગી હતી.

Read About Weather here

દર્શન ઝાંખી, ચરણપાદુકાના દર્શન વગેરે સવારે તથા બપોરના 3 થી રાત્રીના 11:30 સુધી ચાલુ રહેેશે. આજે સવારથી સદ્ગુરૂ મહાપ્રસાદમાં ગરમાગરમ મિકસ ભજીયા તથા જાંબુનું વિતરણ કરવામાં આવેલ. જેનો લાભ હજારો ભકતો લઇ રહ્યા છે. મહાપ્રસાદ રાત્રીના 10 સુધી રહેશે. ભાવિકોને રક્ષાદોરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગુરૂપૂર્ણિમા નિમિતે સદ્ગુરૂ આશ્રમમાં રકતદાન કેમ્કપ તથા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં અનેક ભાવિકોએ લાભ લીધો હતો. સદ્ગુરૂ મનોકામના સંપૂર્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂ ભાઇઓ તથા બહેનોએ સદ્ગુરૂ દેવ ભગવાનશ્રીના ચરણ પાદુકાના દર્શન કરીને ધન્ય બની ઉઠયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here