ઠેરઠેર ટ્રાફિક જામથી રાજકોટવાસીઓ ત્રાહિમામ

ઠેરઠેર ટ્રાફિક જામથી રાજકોટવાસીઓ ત્રાહિમામ
ઠેરઠેર ટ્રાફિક જામથી રાજકોટવાસીઓ ત્રાહિમામ

તમામ બ્રિજની કામગીરી સમયમર્યાદા પહેલા પુરી કરવા તાકીદ

ઓવરબ્રિજ કામગીરીની સમીક્ષા કરતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, કેતન પટેલ

મહાપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા રોડ પર ઓવરબ્રિજ અને અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે. કામગીરીને લઇને અનેક રસ્તાઓ ડાયવર્ઝન કરાયા છે. શહેરમાં ઠેરઠેર ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

મનપા દ્વારા જુદા-જુદા રોડ પર નિર્માણ પામી રહેલ ઓવરબ્રિજ કામગીરીની સમીક્ષા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલએ કરી હતી. તમામ બ્રિજની કામગીરી સમયમર્યાદા પહેલા પુરી કરવા તમામ એજન્સીઓને તાકીદ કરી હતી. રાજકોટ હોસ્પિટલ ચોકમાં રૂ.84.71 કરોડના ખર્ચે થ્રી આર્મ બ્રિજ, રૂ.129.53 કરોડના ખર્ચે કે.કે.વી. ચોક, રૂ.28.52 કરોડના ખર્ચે કાલાવડ રોડ જડુસ પાસે, રૂ.40.21 કરોડના ખર્ચે નાનામવા જંકશન પર અને રૂ.41.12 કરોડના ખર્ચે રામાપીર ચોક જંકશન પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરીની સમિક્ષા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ સમિક્ષા બેઠકમાં સિટી એન્જીનિયર એચ. યુ. દોઢિયા તથા તમામ બ્રિજની એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.

હોસ્પિટલ ચોક બ્રિજમાં કુલ 39 પીઅર ફાઉન્ડેશનમાં 29 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. કે.કે.વી. ચોક ફ્લાય ઓવરબ્રિજમાં કુલ 41 પીઅર ફાઉન્ડેશનમાં 26 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે.

કાલાવડ રોડ જડુસ ઓવરબ્રિજમાં કુલ 6 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. નાનામવા જંકશન ઓવરબ્રિજ ખાતે કુલ 26 પીઅર ફાઉન્ડેશનમાં 15 પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. જયારે રામાપીર ચોક ઓવરબ્રિજમાં કુલ 28 પીઅર ફાઉન્ડેશનમાં 13 પીઅર ફાઉન્ડેશનની કામીગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે.

Read About Weather here

હોસ્પિટલ ચોકમાં જુલાઈ 2021માં કામગીરી પૂર્ણ કરવાની થતી હતી. પરંતુ કોવીડ-19ના કારણે સદરહુ કામગીરી દશ માસ જેટલી મોડી પૂર્ણ થશે. કે.કે.વી. ચોક તા.21/01/2023, જડુસ ફ્લાય ઓવરબ્રિજ તા.20/01/2023, નાનામવા જંકશન તા.20/07/2022 જયારે રામાપીર ચોક ઓવરબ્રિજ તા.20/07/2022 આપવામાં આવેલ છે. આ ચારેય બ્રિજ સમય મર્યાદા પહેલા પૂર્ણ થાય અને હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ બ્રિજ પૂર્ણ કરવા મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને તાકિદ કરેલ. એજન્સી દ્વારા ચારેય બ્રિજ આપવામાં આવેલ સમય મર્યાદા પહેલા પુરી કરવામાં આવશે તેમ જણાવેલ. બ્રિજની કામગીરીની અને એજન્સીઓને જે કંઈ મુશ્કેલીઓ હોય તેની ગહન ચર્ચા કરવામાં આવેલ.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here