ચોથા દિવસે વીજ તંત્રનું ચેકીંગ

ચોથા દિવસે વીજ તંત્રનું ચેકીંગ
ચોથા દિવસે વીજ તંત્રનું ચેકીંગ

પાંચ સબ ડિવિઝન વિસ્તારમાં 44 ટીમોના દરોડા: ત્રણ દિવસમાં 95 લાખની વીજ ચોરી ઝડપાઇ

ચોથા દિવસે રાજકોટમાં વીજ ચોરી ઝડપી લેવા જીઇબીની ટીમો ઉતરી પડી છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 થી રાજકોટ સિટી-1 અને રાજકોટ સીટી સર્કલના વિસ્તારમાં આજી-1, આજી-2, આજી ઇન્ડસ્ટ્રીયલ, મીલપરા સહિત કુલ 5 સબ ડિવિઝનના 30થી વધુ વિસ્તારોમાં 44 ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અધિકારી સૂત્રોના કહેવા મુજબ 32 ફીડર સંતકબીર, અમીધારા, થોરાળા, ભગવતીપરા, કાપડમીલ, 80 ફૂટ, રજપૂતપરા, ધારેશ્વર, ઉદ્યોગનગર, રામદૂત, ગીતાંજલી, દૂરદર્શન, વરૂણ, સંસ્કાર, મધુરમ, શીવમ ઇન્ડસ્ટ્રીઝ ફીડરના વિસ્તારો કવર કરી લેવાયા છે.

Read About Weather here

જે વિસ્તારોમાં દરોડા શરૂ કરાયા તેમાં ચુનારાવાડ શેરી નં. 1 થી 8, મનહરપરા, બેડીપરા, સમૃધ્ધિ સોસાયટી, શીવધારા હોટેલ, મયુરનગર, શકિત સોસાયટી, શીવાજીનગર, કુબલીયાપરા, ન્યુ વિજયનગર, કસ્તુરબા હરીજનવાસ, લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરી નં. 1 થી 8, જયપ્રકાશ શેરી નં. 1 થી 10, ભગવતીપરા મેઇન રોડ, રીવર બેંક એરીયા, ઘાંચીવાડ શેરી નં. 6 થી 10, જીલ્લા ગાર્ડન ચોક, ભવાનીનગર, નવયુગપરા, કેનાલ રોડનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here