જોડીયામાં 2 કલાકમાં મુશળધાર આઠ ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ

જોડીયામાં 2 કલાકમાં મુશળધાર આઠ ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ
જોડીયામાં 2 કલાકમાં મુશળધાર આઠ ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ

રાજયનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ: સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ઠેરઠેર જળબંબાકાર, ધ્રોલમાં આઠ ઇંચ

છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લા ઉપરાંત ગુજરાતના સુરત સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તુટી પડયો છે. 115 જેટલા તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર કૃપા વરસાવતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે પરિણામે ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. જામનગર જિલ્લાના જોડીયામાં મેઘરાજાએ સટ્ટા સટ્ટી બોલાવી દેતા આઠ ઇંચ પાણી પડી ગયું હતું. જેનાથી નદી-નાળા છલકાઇ ઉઠયા છે.

જોડિયામાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો અને બે જ કલાકમાં પાંચ ઇંચથી વધુ પાણી પડી ગયાનું નોંધાયું છે. ભારે વરસાદને પગલે જોડિયાની શેરીઓ નદી બની ગઇ છે.

ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ લખાય છે ત્યારે હજુ વરસાદ ચાલુ છે.ગુજરાતમાં પણ મેઘરાજાએ સવારથી અવિરત કૃપા વરસાવવાનું શરૂ કરતા ગણદેવી પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો છે.

પરિણામે ઠેરઠેર નદીઓમાં પુર આવ્યું છે, નાળા અને અન્ડરબ્રિજ છલકાઇ જતા ચારે તરફ પાણી જ પાણી દેખાય રહયા છે. એ પછી વલસાડના કપરાડામાં પાંચ ઇંચ, ધરમપુર અઢી ઇંચ, મહેસાણામાં બે ઇંચ, દાહોદમાં બે ઇંચ, તાપીના ડોલવણમાં દોઢ ઇંચ,

નવસારી અને ચીખલીમાં દોઢ-દોઢ જેવો વરસાદ પડયાના વાવડ મળ્યા છે. ભારે વરસાદને કારણે શેરી અને રાજમાર્ગો નદી જેવા બની ગયા છે. વાહન વ્યાવહારને અસર થઇ છે. નદીઓ ફરીથી ગાંડીતુર બની રહી છે.

સુરત જિલ્લામાં સુરત શહેર તથા આસપાસના પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ આગમન કર્યુ છે અને ધોધમાર વરસાદ પડી રહયાના વાવડ છે. સુરતના લીંબાયત વિસ્તારોમાં ધુટણ સમાના પાણી ભરાઇ ગયા છે.

કેટલાય અન્ડર બ્રિજ બંધ થઇ ગયા છે, ખેતરો જળબંબાકાર થઇ ગયા છે, મહાનગરોના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ધુસી ગયા છે, કિમ અને માંડવી હાઇ-વે પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.

Read About Weather here

ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી રહયો છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here