રાજકોટમાં બિલ્ડીંગનો સ્લેબ ધસી પડતાં 2 શ્રમિકના મોત, એક ગંભીર

રાજકોટમાં બિલ્ડીંગનો સ્લેબ ધસી પડતાં 2 શ્રમિકના મોત, એક ગંભીર
રાજકોટમાં બિલ્ડીંગનો સ્લેબ ધસી પડતાં 2 શ્રમિકના મોત, એક ગંભીર

નાના મોવા રોડ પર રીનોવેશન સમયે સર્જાતી કરૂણ ઘટના: ચોથા માળે કામ ચાલુ હતુ ત્યાં સ્લેબ તુટી પડતા ત્રણ શ્રમિક કાટમાળ હેઠળ દટાયા: બે મજુરોના ઘટના સ્થળે મોતથી ભારે અરેરાટી પ્રસરી, ઇજા ગ્રસ્તને દવાખાને ખસેડાયો+(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

રાજકોટમાં નાના મોવા રોડ પર એક બિલ્ડીંગના ચોથા માળે રીનોવેશન કામગીરી દરમ્યાન એકા એક ચોથા માળનો સ્લેબ ધરાશાયી થઇ જતા કામ કરી રહેલા ત્રણ મજુરી કાટમાળ હેઠળ દટાઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાંથી બે મજૂરોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ થતા ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. ઇજાગ્રસ્ત ત્રીજા શ્રમિકને કાટમાળ નીચેથી કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

શહેરમાં નાનમોવા રોડ પર આવેલા જીવરાજ પાર્કમાં મહાદેવ મંદિર પાસે આ બિલ્ડીંગ આવેલું છે. જયાં ચોથા માળે રીનોવેશન કામગીરી ચાલી રહી હતી ત્યાં પત્તાના મહેલની જેમ સ્લેબ ધસી પડયો હતો.

પરીણામે કાટમાળ હેઠળ દબાયેલા શિવાનંદ અને રાજુભાઇ સાગઠીયા નામના બે મજૂરનું સ્થળ પર મૃત્યુ થઇ ગયું હતું. જયારે અન્ય શ્રમિક સુરજકુમારને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થળ પર આસપાસના રહેવાસી લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ તાત્કાલિક ધસી ગઇ હતી.

દટાયેલા શ્રમિકોને કાઢવા માટે તુરંત જોરદાર કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ એક જ મજુરને બચાવી શકાયો હતો. અન્ય બે મજુરોના મૃતદેહો કાટમાળ હેઠળથી મળી આવ્યા હતા.

બિલ્ડીંગનો સ્લેબ આવી રીતે ધસી પડતા આસપાસના વિસ્તારમાં પણ ઘડાકાના અવાજથી એક તબક્કે અફરા તફરી મચી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ મૃતક શ્રમિક રાજુ ખુશાલભાઇ સાગઠીયા છૂટક મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જીવરાજ પાર્કમાં અંબિકા ટાઉનસીપમાં આવેલી આ બિલ્ડીંગનું રીનોવેશન થઇ રહયું હતું.

Read About Weather here

ચોથા માળે શ્રમિકો સ્લેબ ખોલતા હતા ત્યારે જ સ્લેબ ધરાશાહી થઇ ગયો હતો. પરીણામે આ કરૂણ અને અરેરાટી ભરી ઘટના સર્જાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here