જુનાગઢમાં કાલે મુખ્યમંત્રીના આગમન પૂર્વે 96 જેટલા ગેરકાયદે બાંધકામોને નોટીસ મળી

જુનાગઢમાં કાલે મુખ્યમંત્રીના આગમન પૂર્વે 96 જેટલા ગેરકાયદે બાંધકામોને નોટીસ મળી
જુનાગઢમાં કાલે મુખ્યમંત્રીના આગમન પૂર્વે 96 જેટલા ગેરકાયદે બાંધકામોને નોટીસ મળી
હાલમાં જ જુનાગઢમાં ચોમાસા દરમ્યાન બબ્બે જળ હોનારત બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. નીચે રહેતા નિર્દોષ પરિવારોને વોંકળાના દબાણો સામે કોઈ લેવા દેવા ન હોવા છતા દિવાલો તુટતા અસંખ્ય નિર્દોષોના ઘરોમાં પુરના પાણી ધસમસતા ઘુસી જતા ઘરનું ફર્નીચર રાચરચીલુ રાશન ઘરની ઘરવખરીનો સંપૂર્ણ નાશ થવા પામતા ભારે ઉહાપોહ થવા પામ્યો હતો. મોટર સાઈકલો કાર સહિતના હજારો વાહનો ટોટલ લોશમાં ન લેવા કે દેવા વાળાઓના નાશ પામ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ જુનાગઢમાં અધિકારીઓ રાજકીય કહેવાતા નેતાઓના પાપે થયેલા વોંકળાઓ ભરીના કુદરતી પ્રવાહના પાણીને રોકી દેતા આ આફત સર્જાય છે. કુલ 99 બાંધકામોને નોટીસ કાગળ ઉપર આપી 3 દિવસની મહેતલ આપ્યા બાદ 39 દિવસ બાદ પણ હજુ એક લીટી પણ કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી નથી. જે નોટીસમાં જે જે લોકોએ ખરીદ કરેલી મિલ્કતની બાંધકામની મંજુરી જે તે સમયે મંજુર થયેલા નકશા લે આઉટ પ્લાન, વિગેરે 3 દિવસમાં જ રજુ કરવાનું જણાવાયું છે. નોટીસ આપતા પહેલા સીટી સર્વે કચેરી દ્વારા જે તે જગ્યાઓ ઉપર વોંકળાની લંબાઈ- પહોળાઈ ચકાસવામાં આવી હતી તેનો રેકર્ડ મુજબનો અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
Read Saurashtra Kranti E-Paper here

વોંકળા ઉપર કે આજુબાજુમાં થયેલા બાંધકામો સેંકડોમાં થવા પામ્યા છે. જયાં હાલ એક હજાર પરિવારોથી વધુ વસવાટ કરે છે. જયારે બાંધકામો થયા ત્યારે કોઈ નિયમ કે કોઈ પ્લાનનું જરાપણ ધ્યાન ન રાખી પોતાના અંગત ફાયદાને જોઈ નિયમોને નેવે મુકી જુનાગઢની સ્થિતિથી આજે દર વર્ષે જળ હોનારત થઈ રહી છે. ભારે ઉહાપોહ બાદ નોટીસો તૈયાર કરી તેને આપી દઈ મનપાએ સંતોષ માની લીધો છે.કોંગીના અગ્રણીય લલીત પરસારા દ્વારા આરટીઆઈમાં મંગાવેલી માહિતીમાં સિનીયર ટાઉન પ્લાનર બીપીન ગામીતે પોતાની સહી સાથેની બે કોરી નોટીસ પણ મોકલી દીધી છે. આ નોટીસ ભુલથી મોકલાઈ ગઈ કે કોઈના નામ વિના બજવણી થઈ ગઈ? તે સવાલ રહસ્યમય બની રહ્યો છે.
Read National News : Click Here
આ નોટીસમાં નામ અને વિગતો નથી લખવામાં આવી. નોટીસ 3 દિવસની અપાઈ છે ત્યારે અદ્રશ્ય નામની નોટીસ કોને મોકલીને કોને બચાવી લેવામાં આવી રહ્યા છે તે સવાલ કોર્પોરેશનમાં જ ચર્ચાનો વિષય બની ચુકયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસટીપીઓએ અત્યાર સુધીમાં કેમ નોટીસો દબાવી રાખી નામો જાહેર કર્યા ન હતા પરંતુ આરટીઆઈ થતા ન છુટકે નામો જાહેર કરવા પડયા છે તે નીચે મુજબ છે. આવતીકાલે મુખ્યમંત્રી જુનાગઢ આવી રહ્યા છે ત્યારે જુનાગઢની કાળી લીટી સમાન વોંકળાના આ દબાણોની બાજુમાં એક આંટો મારવો જોઈએ,
Visit Saurashtra Kranti Homepage here
મુખ્યમંત્રીએ સ્થાનિક નેતાગીરીને પુછવું જોઈએ કે પ્રજાની સુખાકારી માટે દર વર્ષે આવતા કરોડો રૂપિયાની ગ્રાન્ટ કયાં જાય છે? જુનાગઢના મોટા ભાગના રોડ, રસ્તાઓ, સરભરામાં અવાયા પડતા સ્થાનિક અધિકારીઓએ હવે શરમને નેવે મુકી દીધી છે. એ પણ ઉલ્લેખનીય છે કે ગેરકાયદે થયેલા આ બાંધકામોમાં મોટાભાગના ભાજપના ઉચ્ચ હોદેદારો વગદારોના જ હોય જે ખતરારૂપ જ બાંધકામો હોવા છતા મનપાના આવા બાંધકામોની એક કાંકરી પણ ખેરવી શકાય તેમ ન હોવાનું હાલના તબકકે જેવા મળતું નથી. નોટીસ આપવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here