જિલ્લા પંચાયત કચેરી મકાનના કામમાં મુદત વધારાઈ

જિલ્લા પંચાયત કચેરી મકાનના કામમાં મુદત વધારાઈ
જિલ્લા પંચાયત કચેરી મકાનના કામમાં મુદત વધારાઈ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત રાજકોટની કારોબારી સમિતિની બેઠક આજે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં મળેલ હતી. આ બેઠકમાં કુલ 14.06 કરોડના વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આજે કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની બેઠક હતી. આ બેઠકમાં 14.6 કરોડના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ હતી. જેમાં પંચાયત શાખા, સિંચાઈ શાખા, બાંધકામ શાખા અને આઈસીડીએસ શાખાનો સમાવેશ થાય છે.

મંજૂર થયેલા કામમાંથી 12 કરોડ 99 લાખ 8474 રૂપિયા બાંધકામ શાખાને 1 કરોડ 14 લાખ 4858 સિંચાઈ શાખાને, 350000 આઈસીડીએસ શાખાને અને 200000 રૂપિયા પંચાયત શાળાને મંજૂર કરવામાં આવેલ છે.

જેમાં 6 રોડના કામોને મંજૂરી, રાજકોટ જિલ્લા પંચાયત કચેરી મકાનને રીનોવેશન અને ઈન્ટીરીયર ઈલેકટ્રીક કામનું બાકી બીલ મંજૂર કરાયું છે તે ઉપરાંત રીવર ટ્રેનીંગ વકે નીયર હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડાઉન સ્ટ્રીમ સાઈડ ઓફ બામણબોર ઈરીગેશન સ્કીમની વહીવટી મંજૂરી આપવામાં આવેલ હતી.

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી મકાનને રીનોવેશન એન્ડ ઈન્ટીરીયલ ઈલેકટ્રીક કામની મુદત 6 માસ વધારવા નાયબ કાર્યપાલક ઈજનેરએ અધ્યક્ષને જણાવ્યું હતું. ત્યારે કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતે મુદત વધારવામાં આવે છે.

Read About Weather here

પરંતુ હવે પછીના કામમાં આ પ્રમાણે મુદત વધારવામાં નહીં આવે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ નિર્ભય ગોંડલિયા, મિતુલ પટેલ અને બ્રિજેશ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here