જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વીજતંત્રએ લેણા માટે નોટીસ ફટકારી

જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વીજતંત્રએ લેણા માટે નોટીસ ફટકારી
જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને વીજતંત્રએ લેણા માટે નોટીસ ફટકારી

(હુસામુદીન કપાસી દ્વારા)

જસદણમાં પીવીજીસીએલએ પોતાનાં બાકી નીકળતાં વીજબિલ અંગે કડક બનતાં બાકીદાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. જસદણ વીજતંત્રના નાયબ ઈજનેર તરીકે આર.એસ. ચૌધરી આવતાં તંત્ર પોતાનાં લેણાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્રએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક નોટીસ ફટકારી જેમાં રૂ.35,84,509 તાત્કાલિક અસરથી ભરી જવાનું કહેવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે વીજતંત્રના ના. ઈજનેર ચૌધરીએ જણાવ્યું હતું કે જસદણ પીજીવીસીએલ જુદા જુદા વિસ્તારોમાં વીજગ્રાહકો પાસે અંદાજિત રૂપિયા પાંચ કરોડથી વધુ રકમ વીજબિલ પેટે માંગે છે તે પૈકી જસદણ નગરપાલિકા અને 2800 શહેરીજનો ઉપરાંત 1100 જેટલા ખેતીવાડીના ગ્રાહકો પાસેથી અમારી લેણી રકમ નીકળે છે. જો આ રકમ કોઈ ભરપાય નહીં કરે તો અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવશું હાલ વિજ કંપની દ્વારા ઉઘરાણીનો દૌર યથાવત રહેતાં વીજબિલ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here