ચોટીલા વિનયન કોલેજની ટીમ ખોખો સ્પર્ધામાં ઝળકી

ચોટીલા વિનયન કોલેજની ટીમ ખોખો સ્પર્ધામાં ઝળકી
ચોટીલા વિનયન કોલેજની ટીમ ખોખો સ્પર્ધામાં ઝળકી

ચાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભાઈઓ માટે ઈન્ટર કોલેજ ખો-ખો સ્પર્ધામાં સૌરાષ્ટ્રની અલગ અલગ 20 કોલેજની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ ચોટીલાની ટીમે શાનદાર પ્રદર્શન કરી સેક્ધડ રનર્સ અપ બની હતી.

Read National News : Click Here

એટલું જ નહીં યુનિવર્સિટીની ટીમ માટે જે 12 ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું જેમાં આ કોલેજના 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલ હતી. બી.એ. સેમેસ્ટર-3 માં અભ્યાસ કરતા લાખણકા ગામના શેખ દીપક લવજીભાઈ, સેમેસ્ટર-1માં અભ્યાસ કરતા શેખ ગોપાલ લવજીભાઈ, સેમેસ્ટર-3 માં અભ્યાસ અને રેશમિયા રહેતા માલકિયા ગૌતમભાઈ આર. તથા સેમેસ્ટર-3 માં અભ્યાસ કરતા ધારાડુંગળી ના બોહકિયા અજીતભાઈ આર.ની નેશનલ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવેલ હતી.

Read About Weather here

ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામના આ ચારેય વિધાર્થીઓએ કોલેજ તથા પોતાના ગામનું નામ રોશન કર્યું છે. આ ચાર ખેલાડીઓ હવે મધ્ય પ્રદેશના સાગર ટાઉન ખાતે આયોજીત ઈન્ટર યુનિવર્સિટી ખો-ખો સ્પર્ધા માટે ભાગ લેવા માટે જશે. આ તકે સમગ્ર ટીમ તથા નેશનલ સ્પર્ધા માટે પસંદગી પામેલા વિધાર્થીઓને કોલેજના આચાર્ય ડો. સી. બી. બાલસ, પી.ટી.આઇ. ઈનચાર્જ ડો. અસ્મિતાબેન લીંબસિયા, કોચ રતાભાઇ રોજાસરા તેમજ સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here