ચલણની નોટોની કતરણ મળી …!

ચલણની નોટોની કતરણ મળી …!
ચલણની નોટોની કતરણ મળી …!
જિલ્લાના કુચામનમાં ગુજરાતથી આવી રહેલી ફળોની પેટીમાંથી રૂપિયા 20થી 500ની ચલણી નોટોની કતરણ જોઈને સૌને ભારે આંચકો લાગ્યો છે.ફળોના વ્યાપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે.લોકો તેમની પાસે રહેલી નોટો આ કાગળ સાથે તપાસી રહ્યા છે.સૌથી વધારે દાડમની પેટીમાંથી ચલણી નોટોની કતરણ નીકળી રહી છે. ચલણી નોટોની કાગળની કતરણ આવી રહી છે.
ફળોની પેટીમાંથી મળી નોટોની કરતણો.

Visit Saurashtra Kranti Homepage here

રાજસ્થાનના નાગોર જિલ્લામાં ફળોની પેટીઓમાં ફળોની સાથે ચલણી નોટોની કતરણો નીકળી હતી. આ ઉપરાંત નોટોની અંદર જે સિક્યોરિટી થ્રેડ (સુરક્ષા તાર) હોય છે એ પણ આ ચલણી નોટોની કતરણમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. વ્યાપારીઓને આશંકા છે કે આ કતરણ કદાચ કોઈ નકલી ચલણી નોટોની પણ હોઈ શકે છે.કુચામન સ્થિતિ પોલીસ અધિકારી હનુમાન ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસની પ્રથમ કડીમાં દાડમની પેટીઓ પર લખેલા નંબર પર સંપર્ક કરવામાં આવ્યો. દાડમના જથ્થાબંધ વ્યાપારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. તે ભારતીય ચલણની આ કતરણ કોઈ ટેન્ડરહોલ્ડર પાસેથી કિલોના ભાવથી ખરીદી કરે છે.

Read About Weather here

તેને તે દાડમની પેટીઓમાં નાખવા માટે કામ આવે છે.ત્યાર બાદ ટેન્ડરહોલ્ડરનો સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી હતી. નાશિક (મહારાષ્ટ્ર)માં ટેન્ડરહોલ્ડર ચલાવનાર નીતિન સુલ્તાનિયા સાથે વાત કરવામાં આવી, જે UPનો રહેવાસી છે. ભારતીય નાશિક કરન્સી નોટ પ્રેસમાંથી વેચવામાં આવેલી લોટની કતરણને અમે ટેન્ડરમાં ખરીદી છીએ.ડેન્ટર રજૂ કરનારી કંપનીનું નામ શ્રી સાંઈ ટ્રેડિંગ છે. આ કંપની ભારતીય કરન્સી નોટ પ્રેસમાંથી કતરણ લે છે.  કતરણ ક્વિન્ટલદીઠ ભાવથી ખરીદી વ્યાપારીઓને કિલોના ભાવથી વેચવામાં આવે છે. નીતિન સુલ્તાનિયાએ પણ સ્વીકાર્યું હતું કે કતરણ ભારતીય ચલણનું જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here