બુધ- ગુરૂ વાતાવરણ બદલાશે : હવામાન ખાતુ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
દરમિયાન શ્રી અંબાલાલ પટેલના જણાવ્‍યા અનુસાર રાજ્‍યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્‍છ, સૌરાષ્‍ટ્રમાં સારા વરસાદની શકયતા પણ તેમણે સેવી છે. રાજ્‍યમાં કાળઝાળ ગરમી વચ્‍ચે હવામાન વિભાગ દ્વારા વરસાદી ઝાપટાની આગાહી કરવામા આવી છે. રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં વાતાવરણમાં પવન સાથે મોટો પલટો આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી ૨૦ અને ૨૧ એપ્રિલે (બુધ-ગુરૂ)કેટલાક વિસ્‍તારોમાં વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે. એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે ૧૭ મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે ૨૫ મે થી ૮ જૂન વચ્‍ચે વરસાદ પણ સારો રહેશે.આ અગાઉ હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે હોળીની જ્‍વાળા અને પવનની દિશા પરથી વરસાદ અને ગરમીના વરતારા કર્યા હતા કે આ વખતે જ્‍વાળાઓ વાયવ્‍ય દિશા બાજુ દેખાઈ છે જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

Read About Weather here

તેમજ વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી શકયતા છે. તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે. અંબાલાલના જણાવ્‍યા અનુસાર ૨૦ એપ્રિલ  બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે, ૨૬ એપ્રિલ બાદ ગરમીનો પારો ૪૬ -૪૭ ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ લાવશે.ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા હવામાનની ખાનગી સંસ્‍થા સ્‍કાયમેટની આગાહી મુજબ વર્ષ ૨૦૨૨નું ચોમાસુ સામાન્‍ય રહેવાની શકયતા છે. જૂનથી સપ્‍ટેમ્‍બર વચ્‍ચે ભારતાં ૮૮૦.૬૦ મીમી વરસાદની શકયતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે ૯૮ ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્‍કાયમેટે ૨૧ ફેબળઆરી જારી કર્યો હતો. સ્‍કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્‍યું છે.આ વર્ષે ૪ મહિનામાં વરસાદ ૯૮ ટકા રહેવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here