ઘોડા પર બેસીને વીજ બિલની વસૂલાત…!

ઘોડા પર બેસીને વીજ બિલની વસૂલાત…!
ઘોડા પર બેસીને વીજ બિલની વસૂલાત…!
કર્મચારીનું કહેવું છે કે પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે કે હવે બાઈક ચલાવવું મોંઘુ પડે છે. બિહારના શિવહર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન વિજળી વિભાગનો કર્મચારી ઘોડા પર બેસીને વસૂલી કરી રહ્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.  બાઈક પર એક દિવસનો 250 રૂપિયાથી વધુનો ખર્ચ થઈ જાય છે. ઘોડા પર 60-70 રૂપિયામાં કામ બની જાય છે. ત્યારે આ અંગે વિજળી વિભાગે તેનો અંગત નિર્ણય ગણાવ્યો છે.વીડિયોમાં જોવા મળતો વિજળી વિભાગના કર્મચારીનું નામ અભિજીત તિવારી છે.

Visit Saurashtra Kranti Homepage here

તે વિષ્ણુપુર કિશુનદેવ ગામમાં રહે છે અને જાફરપુરના વિજળી વિભાગમાં કામ કરે છે. તેના પિતા શિવશંકર તિવારીએ શોખથી એક ઘોડો પાળ્યો હતો. તેમને જણાવ્યું કે ઘોડા પાછળ રોજનો 60થી 70 રૂપિયાનો જ ખર્ચ થાય છે.અભિજીત તિવારીએ કહ્યું કે પેટ્રોલના ભાવ સતત વધી રહ્યાં છે. આ કારણે ખિસ્સા પર ભારણ વધે છે. વીજ બિલની વસૂલીમાં 250 રૂપિયાનો પેટ્રોલ ખર્ચ થઈ જાય છે.

Read About Weather here

ઘરમાં ઘોડો હોવાને કારણે ઘોડેસવારી જાણું છું. તેથી મેં બાઈકને છોડીને ઘોડાની સવારી શરૂ કરી દીધી છે.વિજળી વિભાગના અધિકારી શ્રવણ કુમાર ઠાકુરે જણાવ્યું કે આ તેમનો અંગત મામલો છે. કર્મચારી બાઈકથી વસૂલી કરે કે પછી ઘોડાથી આ તેમનો અંગત મામલો છે. બાઈકના મુકાબલે ઘોડા પર મેઈનટન્સ સસ્તું છે. તો અભિજીતે કહ્યું કે ઘોડા અમારા ઘરમાં પહેલેથી જ હતો. વધતા પેટ્રોલના ભાવને જોતા મેં ઘોડેસવારી શરૂ કરી છે.તેમને જણાવ્યું કે ઘોડાના મેઈનટન્સ અને બાઈકના મેઈનટન્સના ખર્ચામાં ઘણો જ ફેર પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here