આજે IPL ડબલ હેડર…!

આજે IPL ડબલ હેડર…!
આજે IPL ડબલ હેડર…!
તેવામાં બીજી મેચની વાત કરીએ તો ગુજરાત અને દિલ્હી બંને શાનદાર જીત દાખવી પુણેના MCA સ્ટેડિયમમાં રમવા મેદાનમાં ઉતરશે. આજે શનિવારે IPL-15માં ડબલ હેડર મેચ રમાશે. જેની પહેલી ગેમ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જ્યારે બીજી ગેમ ગુજરાત ટાઈટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે.  તો ચલો આપણે પિચ રિપોર્ટ અને ખાસ સેશન પર નજર ફેરવીએ….ટાઈટન્સની વાત કરીએ તો હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમે જીત સાથે કેમ્પની શરૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વળી GTના મિડલ ઓર્ડરની વાત કરીએ તો અભિનવ મનોહર અને રાહુલ તેવટિયાની બેટિંગ સહિત ડેવિડ મિલરના સ્ટ્રાઈક રેટથી હાઈસ્કોર સેટ અથવા ચેઝ કરવામાં આ ટીમ સક્ષમ છે. વળી બોલિંગમાં મોહમ્મદ શમી અને રાશિદ ખાનની જોડી સામેની ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.દિલ્હી કેપિટલ્સે ગત મેચમાં પૃથ્વી શો અને ટિમ સેઈફર્ટની બેટિંગથી સારી શરૂઆત કરી હતી.

પરંતુ સ્પિન બોલર્સ સામે ટીમે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તેવામાં બોલિંગની વાત કરીએ તો મિચેલ માર્શની ગેરહાજરીમાં લલિત યાદવે સારી બેટિંગ કરી પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.આ મેચ બેટર માટે સારી રહેશે, તેવામાં IPL-2022ના ટ્રેન્ડને જોતા કેપ્ટન ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. વળી અહીં બોલર્સે લાઈન અને લેન્થને ધ્યાનમાં રાખી બોલિંગ કરવી પડશે, થોડી પણ ભૂલ તેમની ટીમને મોંઘી પડી શકે છે. જેથી આ એક હાઈસ્કોરિંગ મેચ થવાની સંભાવના છે.

શુભમન ગિલ, મેથ્યુ વેડ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, વરુણ એરોન પૃથ્વી શો, ટિમ સેઈફર્ટ, મનદીપ સિંહ, રિષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદિપ સિંહ, લુન્ગી એન્ગિડી, ખલિલ અહેમદ

Read About Weather here

IPL ડબલ હેડરની પહેલી મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રમાશે. MIએ પહેલી મેચ ભલે હારી હોય પરંતુ આ મેચમાંથી તેમણે ઘણા સારા પાસોઓ પણ બહાર લાવ્યા છે. જેમાં ઈશાન કિશન, થમ્પી અને મુરુગન અશ્વિને પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરી ટીમમાં જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. બીજી બાજુ રાજસ્થાનની વાત કરીએ તો આ એક પરફેક્ટ ટીમ તરીકે સામે આવી શકે છે. પહેલી મેચમાં ટોપ-5 બેટરના શાનદાર બેટિંગ સહિત RRના બોલર્સે મેચમાં પકડ બનાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.જોકે સૂર્યકુમાર યાદવ રિકવર પણ થઈ ગયો છે અને ક્વોરન્ટીનમાંથી પણ બહાર આવી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here